Gujarat ના છોટાઉદેપુરમાં અનોખો ચૂંટણી જંગ, એક જ પરિવારના ચાર સભ્યો મેદાનમાં…

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોજાઇ રહેલા મતદાનમાં એક અનોખો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે.જેમાં છોટાઉદેપુરમાં એક જ પરિવારના ચાર સભ્યો નગરપાલિકાની ચૂંટણીમાં અલગ-અલગ પક્ષમાંથી એકબીજા સામે ચૂંટણી જંગ લડી રહ્યા છે. આ બધામાં નવાઇ ઉપજાવે તેવી બાબત એ છે કે પતિ અને પત્ની અને ભાઈ-ભાઈ જ એકબીજા સામે ચૂંટણી મેદાને પડ્યા છે.
Also read : હવે મહિલાઓને રેપિડો સર્વિસ લેતા જરા પણ ખચકાટ નહીં થાય કારણ કે…
પતિ પત્નીએ ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા
છોટાઉદેપુર નગર પાલિકાના મતદાનની શરૂઆત થઇ છે. જેમાં નગર પાલિકાના 7 બુથની 28 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણી જંગની વિગતે વાત કરીએ તો ફારુક ફોદા જે ભારત નિર્માણ મંચમાંથી ચૂંટણી લડે છે ત્યારે તેમના પત્ની અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જ્યારે તેમનો એક પુત્ર આરીફ ફોદા ભાજપમાંથી વોર્ડ નબર ત્રણમાંથી લડી રહ્યો છે જ્યારે તેમનો બીજો પુત્ર કોંગ્રેસેમાંથી ચૂંટણી લડી રહ્યો છે. વોર્ડ નંબર 6માં ચૂંટણી લડતા ફારૂક ભાઈ ફોદાનું કહેવું છે કે અમે બંને પતિ પત્નીએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા હતા. જોકે, ફોર્મ પરત ખેંચવાનું રહી ગયું હતું. તેથી હવે અમે બંને ચૂંટણી લડી રહ્યા છીએ.
Also read : અમેરિકાએ ડિપોર્ટ કરેલા 119 લોકોમાંથી 8 ગુજરાતીઓ; જુઓ યાદી
ગુજરાતમાં 1677 બેઠક પર ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જેમાં ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે 5084 ઉમેદવારો મેદાનમાં છે.