ઇન્ટરનેશનલ

રશિયાના ડ્રોન હુમલાથી યુક્રેનમાં તબાહીઃ પરમાણુ પ્લાન્ટ પર હુમલાનો ઝેલેન્સકીનો દાવો

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામના વૈશ્વિક પ્રયાસો વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. રશિયા દ્વારા ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન મારફત હુમલો કરવામાં આવ્યો છે. કિવમાં સ્થિત આ પ્લાન્ટના રેડિયેશન શેલ્ટર પર રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે ડ્રોન હુમલાથી પ્લાન્ટને નુકસાન પહોંચ્યું હતું અને આગ લાગી હતી, જેના પર નિયંત્રણ મેળવી લેવાયા આવ્યું છે. આ હુમલાને કારણે પરમાણુ રેડિયેશનની શંકા પ્રવર્તી રહી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ મૂક્યો રશિયા પર આરોપ

પ્રાપ્ત વિગતો અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે રશિયા દ્વારા ભારે વિસ્ફોટકોથી સજ્જ ડ્રોન દ્વારા ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. કિવ સ્થિત પ્લાન્ટના રેડિયેશન શેલ્ટર પર રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આગળ કહ્યું કે ડ્રોન હુમલાથી શેલ્ટરને નુકસાન થયું છે અને આગ લાગી હતી, હાલ જેને બુઝાવી દેવામાં આવી છે. જો કે તેમણે આ હુમલા અંગે વધુ વિગતો આપી નહોતી.

IAEAએ એક્સ પર કરી પોસ્ટ

IAEA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 13-14 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 1.50 વાગ્યે ચેર્નોબિલ સાઇટ પર IAEA ટીમે ન્યૂ સેફ કન્ફાઇનમેન્ટમાંથી વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો, જે ભૂતપૂર્વ ચેર્નોબિલ એનપીપીના રિએક્ટર ચારના અવશેષોનું રક્ષણ કરે છે. તેમને જાણ કરવામાં આવી હતી કે એક UAV એ NSC ની છત પર હુમલો કર્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો રશિયા-યુક્રેન ન થયું હોત! પુતિને નિવેદન આપી વિવાદ સર્જ્યો…

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ટ્રમ્પે આપ્યું હતું નિવેદન

જો કે ચેર્નોબિલ રિએક્ટર પર હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘યુક્રેન શાંતિ વાટાઘાટો કેવી રીતે આગળ વધશે તે કહેવું ખૂબ જ વહેલું ગણાશે.’ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button