અમેરિકાથી ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ આવશે ભારત; આ તારીખે થશે લેન્ડિંગ….
![Update on deportation of illegal Indians in America](/wp-content/uploads/2025/02/Update-on-deportation-of-illegal-Indians-in-America.webp)
વોશિંગ્ટન: અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી યથાવત છે. ગયા અઠવાડિયે જ અમેરિકા દ્વારા 104 ગેરકાયદે વસતા ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા.
જ્યારે હવે અમેરિકા વધુ એક ફ્લાઇટમાં ગેરકાયદે વસતા ભારતીયોને દેશમાં પરત મોકલી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ 16 કે 17 ફેબ્રુઆરીએ ભારત આવશે.
આપણ વાંચો: ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ પર શું બોલ્યા જયશંકર
180 જેટલા લોકો આવશે પરત
પ્રાપ્ત વિગતો અનુસાર આ બીજી ફ્લાઇટમાં લગભગ 170 થી 180 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ભારત મોકલવામાં આવી રહ્યા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ચાલી રહી છે, તે સમયે જ અમેરિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે તેવા અહેવાલો મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ 16 કે 17 ફેબ્રુઆરીએ ભારત આવી શકે છે.
ફકાઈટનું લેન્ડિંગ અમૃતસર જ કેમ?
આપણ વાંચો: ટ્રમ્પે વડા પ્રધાન મોદીને આપ્યું આમંત્રણ; ભારતના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અંગે કહી આ વાત…
અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીયોની ફ્લાઇટને દિલ્હી એરપોર્ટને બદલે અમૃતસર એરપોર્ટ પર કેમ ઉતારવામાં આવી તે અંગે સ્થાનિક નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે. પંજાબના નાણા પ્રધાન હરપાલ ચીમાએ આરોપ લગાવ્યો છે કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર જાણી જોઈને પંજાબને નિશાન બનાવી રહી છે. સરકાર દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈ જતું વિમાન અમૃતસરમાં લેન્ડ કરાવીને પંજાબને બદનામ કરવા માંગે છે
અમેરિકા સાથેની ઉચ્ચ-સ્તરીય બેઠકનો પ્રારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉચ્ચ-સ્તરીય બેઠક માટે બે દિવસની મુલાકાતે વોશિંગ્ટન પહોંચ્યા છે. ટ્રમ્પે બીજા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. આ દ્વિપક્ષિય બેઠકનો આજે પ્રારંભ થયો છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે મુલાકાત થઈ હતી.