નેશનલ

રવિવારે પશ્ચિમ રેલવેમાં રહેશે મેજર બ્લોક, મુંબઈ-ગુજરાતની ટ્રેનસેવા પર થશે અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)
પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા તથા સફાલે અને કેલવે રોડ વચ્ચે રવિવારે પીએસસી સ્લેબ અને ગર્ડરના લોન્ચિંગ માટે અપ એન્ડ ડાઉન લાઈનમાં સાડાપાંચ કલાકનો બ્લોક લેવામાં આવશે. 16 ફેબ્રુઆરી 2025ના રોજ બ્લોક લેવાનો હોવાથી સબર્બનની લોકલ ટ્રેન સહિત મુંબઈથી ગુજરાત વચ્ચેની અમુક મેલ-એક્સપ્રેસના ટ્રેન-વ્યવહાર પર અસર પડશે.

બ્લોકને કારણે ઉપનગરીય ટ્રેનો રદ્દ કરવાની સાથે અમુક ટ્રેનોને આંશિક રદ્દ રહેવાથી ટ્રેનની ફ્રિકવન્સી ઘટી શકે છે, પરિણામે પ્રવાસીઓને ટ્રેનોમાં ભીડનો સામનો કરવો પડી શકે છે. 16મી ફેબ્રુઆરીના વિરાર-વૈતરણા વચ્ચે સવારથી 1.40 વાગ્યાથી 7.10 વાગ્યા સુધી સાડા પાંચ કલાક અને સફાળે અને કેલવે રોડ વચ્ચે સવારથી1.50 વાગ્યાથી 6.50 વાગ્યા સુધી પાંચ કલાકનો બ્લોક રહેશે.

આપણ વાંચો: 3 વર્ષમાં વસઇ ખાડી પર નવો બ્રિજ બનશે,પશ્ચિમ રેલવેએ નવા રેલ કોરિડોર પર કામ શરૂ કર્યુ

16મી ફેબ્રુઆરીના રદ્દ રહેનારી ટ્રેન

વિરાર-દહાણુ લોકલ (સવારે 4.50), સાત વાગ્યાની દહાણુ રોડ-ચર્ચગેટ લોકલ, 5.35 વાગ્યાની વિરાર-દહાણુ લોકલ, 7.10 વાગ્યાની દહાણુ રોડ-ચર્ચગેટ લોકલ, 5.03 વાગ્યાની ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ, 5.03 વાગ્યાની દહાણુ રોડ-બોરીવલી લોકલ, વિરાર-સંજાણ પેસેન્જર, અને બોઈસર-વઈસ રોડ પેસેન્જર રદ રાખવામાં આવી છે.

આ ઉપરાંત, અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જ્યારે અમુક આંશિક રીતે રદ્દ રાખવામાં આવી છે. પંદરમી ફેબ્રુઆરીની સુરત-વિરાર પેસેન્જર પાલઘરથી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, રવિવારની વિરાર-ભરુચ પેસેન્જર ટ્રેન પાલઘરથી શોર્ટ ટર્મિનેટ કરાશે, દહાણુ રોડ-પનવેલ વસઈ રોડને શોર્ટ ઓરિજિનેટ કરાશે, જે દહાણુ અને વસઈ રોડ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. ડોંબિવલી-બોઈસર પેસેન્જર વસઈ રોડથી શોર્ટ ટર્મિનેટ રહેશે, જે વસઈ રોડ અને દહીસરની વચ્ચે આંશિક રદ્દ રહેશે.

આપણ વાંચો: 13 કલાકના બ્લોકનું કામ દસ કલાકમાં સંપન્નઃ પશ્ચિમ રેલવેએ રાહતનો શ્વાસ લીધો, પણ…

આ ઉપરાંત, મુંબઈ અને અમદાવાદ ડિવિઝન મળીને કુલ 22થી વધુ ટ્રેનના શેડયૂલ પર અસર થશે, જેમાં અમુક ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી /પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

  1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 40 મિનિટ રીશિડ્યુલ કરવામાં આવશે.
  2. ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ 30 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
  3. ટ્રેન નંબર 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 55 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
  4. ટ્રેન નંબર 22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ 50 મિનિટમાં રેગ્યુલેટ થશે.
  5. ટ્રેન નંબર 22904 ભુજ – બાંદ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
  6. ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
  7. ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
  8. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
  9. ટ્રેન નં. 12902 અમદાવાદ – દાદર ગુજરાત મેલ 40 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
  10. ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
  11. ટ્રેન નંબર 12215 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ ગરીબરથ એક્સપ્રેસ 20 મિનિટ માટે રેગ્યુલેટ થશે.
  12. ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 કલાક માટે રેગ્યુલેટ થશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button