સોશિયલ મીડિયામાં મહાકુંભને લઈને અફવાઓ ફેલાનવારા સામે કાર્યવાહી; 7 સામે નોંધાઈ ફરિયાદ…
![More than 100 foreign guests will attend the Mahakumbh today, another test of the system tomorrow](/wp-content/uploads/2025/01/mahakumbhmela-780x470.webp)
પ્રયાગરાજ: પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનું આયોજન થયું છે. મહાકુંભમાં અત્યારસુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું છે. માત્ર ભારત જ નહિ દેશવિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવ્યા છે. આ દરમિયાન મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસ સોશિયલ મીડિયા પર મહાકુંભ સંબંધિત અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે.
Also read : અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું અવસાન, અયોધ્યામાં શોકની લાગણી
મહાકુંભ અંગે અફવાઓ ફેલાવનારી પોસ્ટ કરનારા 7 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારના નિર્દેશ હેઠળ, સોશિયલ મીડિયા પર મહાકુંભ સંબંધિત ભ્રામક પોસ્ટ્સ અને અફવાઓ ફેલાવનારાઓની સતત ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સાત એકાઉન્ટ સામે કાર્યવાહી
સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન સાત એકાઉન્ટ્સની ઓળખ કરવામાં આવી છે. સાત એકાઉન્ટમાંથી એક એકાઉન્ટમાં ગાઝીપુરમાં નદી કિનારે મળેલા મૃતદેહોના જૂના વીડિયોને મહાકુંભમાં થયેલી ભાગદોડ સાથે જોડીને ભ્રામક પ્રચાર ફેલાવી રહ્યા હતા. આ એકાઉન્ટ્સ પર રાજ્ય સરકાર અને પોલીસની છબી ખરાબ કરવાનો અને સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ છે.
Also read : મહાકુંભમાં માઘી પૂર્ણિમા પર ઊમટ્યું માનવ મહેરામણ; 1.83 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી…
1- Yadavking000011 (@Yadavking000011) ઇન્સ્ટાગ્રામ
2- KOMAL YADAV (@komalyadav_lalubadi94) ઇન્સ્ટાગ્રામ
3- Amar Nath Yadav (amar_ydvkvp_5354_) મેટા થ્રેડ
4- Banwari Lal – Bairwa (@B_L__VERMA) એક્સ ટ્વીટર
5- Kavita Kumari (@KavitaK22628) એક્સ ટ્વીટર
6- Sonu Chaudhary (SonyChaudhary70) એક્સ ટ્વીટર
7- Putul Kumar Kumar (@Puatulkumar9795) યુટ્યુબ