![A request to the government to reduce the burden of income-tax](/wp-content/uploads/2024/07/A-request-to-the-government-to-reduce-the-burden-of-income-tax.webp)
નવી દિલ્હી: સંસદમાં આવતીકાલે નવું આવકવેરા બિલ (Income Tax Bill 2025) રજૂ કરવામાં આવી શકે છે. આવકવેરા કાયદાઓને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી, 2025ના બજેટના ભાષણમાં નવું આવકવેરા બિલ રજૂ કરવાની જાહેરાત કરી હતી. આ નવું બિલ 1961ના 62 વર્ષ જૂના આવકવેરા કાયદાનું સ્થાન લેશે અને તેને આવકવેરા કાયદા 2025 તરીકે ઓળખવામાં આવશે.
બિલમાં 536 કલમો, 23 પ્રકરણ
પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર ગુરુવારે સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કરી શકે છે. આવકવેરા કાયદાઓને સરળ બનાવવ માટે સરકારે બજેટ સત્રના ભાષણમાં એક નવું આવકવેરા બિલ રજૂ કરવાની જાહેરાત કરી હતી. આ બિલને કેન્દ્રીય મંત્રીમંડળની પણ મંજૂરી મળી ગઈ છે. વિગતો અનુસાર લોકસભામાં રજૂ થનાર નવું આવકવેરા બિલ 536 કલમ, 23 પ્રકરણમાં તૈયાર કરવામાં આવેલુ 622 પાનાનું બિલ વર્તમાન કાયદા કરતાં વધુ વ્યવસ્થિત અને સરળ હશે, જ્યારે આ નવા બિલને પહેલી એપ્રિલ, 2026થી લાગુ કરવામાં આવશે.
નાણાકીય વર્ષ શબ્દને ‘કર વર્ષ’
સંસદમાં ખરડાને મંજૂરી મળ્યા બાદ આ કાયદો બની જાય, ત્યારે આ બિલ છ દાયકા જૂના આવકવેરા કાયદા, 1961નું સ્થાન લેશે. જૂનો કાયદો દાયકાઓનો સમય વિત્યા બાદ અને સમય સમય પર થયેલા વિવિધ સુધારાઓને કારણે તે ખૂબ જટિલ બની ગયો છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા કાયદામાં આવકવેરા અધિનિયમ, 1961માં ઉલ્લેખિત ‘પાછલું વર્ષ એટલે કે નાણાકીય વર્ષ શબ્દને ‘કર વર્ષ’ માં બદલી નાખવામાં આવ્યો છે. આ સાથે, મૂલ્યાંકન વર્ષ (AY)ની વ્યાખ્યા નાબૂદ કરવામાં આવી છે.
આ પણ વાંચો : બજેટના કોથળામાંથી કેવું બિલાડું નીકળશે?!
ડિજિટલ ટેક્સ મોનિટરિંગ સિસ્ટમ્સ
આ નવા બિલમાં, પાછલા વર્ષ અને મૂલ્યાંકન વર્ષના ખ્યાલને દૂર કરીને સરળ કરવા માટે ફક્ત કર વર્ષની વિભાવનાને સ્વીકારવામાં આવી છે. આ નવા બિલમાં વર્તમાન આવકવેરા કાયદાની 298 કલમોને સ્થાને 536 કલમો સમાવેશ કરવામાંઆ આવી છે. હાલના કાયદામાં 14 અનુસૂચીઓ છે જે નવા કાયદામાં વધીને 16 થશે. આ નવા બિલ મુજબ, CBDT હવે કલમ 533 મુજબ વારંવાર કાયદાકીય સુધારાની જરૂર વગર ટેક્સ વહીવટ નિયમો જાહેર કરી શકે છે, પાલન માટેના પગલાં રજૂ કરી શકે છે અને ડિજિટલ ટેક્સ મોનિટરિંગ સિસ્ટમ્સ લાગુ કરી શકે છે.
ટેક્સ વિવાદના કેસના નિરાકરણ પર ભાર
બિલ રજૂ થયા બાદ તેવી વિસ્તૃત ચર્ચા માટે સંસદની સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. ટેક્સ વિવાદના કેસોના ઝડપી નિરાકરણ માટે પ્રસ્તાવિત કાયદામાં નવી જોગવાઈઓ કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26ના બજેટમાં જાહેરાત કરી હતી કે સંસદના વર્તમાન સત્ર દરમિયાન નવું ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે. સીતારમણે સૌપ્રથમ જુલાઈ 2024ના બજેટમાં આવકવેરા કાયદા, 1961ની વ્યાપક સમીક્ષાની જાહેરાત કરી હતી.
આવકવેરાના સ્લેબમાં સુધારો
4 લાખ રૂપિયા સુધીની આવક – 0 ટકા ટેક્સ
4 લાખ 1 રૂપિયાથી 8 લાખ રૂપિયા સુધીની આવક – 5 ટકા ટેક્સ
8 લાખ 1 રૂપિયાથી 12 લાખ રૂપિયા સુધીની આવક – 10 ટકા ટેક્સ
12 લાખ 1 રૂપિયાથી 16 લાખ રૂપિયા સુધીની આવક – 15 ટકા ટેક્સ
16 લાખ 1 રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધીની આવક – 20 ટકા ટેક્સ
24 લાખ રૂપિયાથી વધુની આવક પર – 30 ટકા ટેક્સ