PM Modi એ ફ્રાન્સમાં એઆઇ સમિટને સંબોધિત કરી, કહ્યું કૌશલ્યમાં રોકાણ કરવાની તાતી જરૂરિયાત
![PM Modi AI Summit](/wp-content/uploads/2025/02/PM-Modi-AI-Summi.webp)
પેરિસ: ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)ફ્રાન્સ અને અમેરિકાના બે દેશના પ્રવાસે છે. જેમાં આજે ફ્રાન્સની રાજધાની પેરિસમાં પીએમ મોદીએ એઆઇ એક્શન સમિટને સંબોધિત કર્યું.
આ પ્રસંગે તેમણે ઓપન સોર્સ સિસ્ટમ્સ વિકસાવવા પારદર્શિતામાં વધારો કરવા પર ભાર મૂક્યો હતી. તેમણે બાયસ ફ્રી ગુણવત્તાયુક્ત ડેટા સેન્ટર બનાવવા અને ટેકનોલોજીનું લોકશાહીકરણ કરી લોકો-કેન્દ્રિત એપ્લિકેશનો બનાવવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સાયબર સુરક્ષા, ખોટી માહિતી અને ડીપફેક્સ સંબંધિત ચિંતાઓને દૂર કરવી જોઈએ.
આપણ વાંચો: રાહુલ ગાંધીએ કેજરીવાલને લીધા આડેહાથ; “નરેન્દ્ર મોદીથી ધ્રુજી ઉઠે છે કેજરીવાલ:’ AAPનો વળતો પ્રહાર
ટેકનોલોજીના કારણે માત્ર કામનું સ્વરૂપ બદલાય છે
પીએમ મોદીએ એઆઇ એક્શન સમિટને સંબોધતા જણાવ્યું કે, એઆઇનો સૌથી મોટો ભય રોજગારી ગુમાવવાનો છે. પરંતુ અનુભવ દર્શાવે છે કે ટેકનોલોજીના કારણે માત્ર કામનું સ્વરૂપ બદલાય છે.
તેથી એઆઇના યુગના હવે આપણે કૌશલ્યમાં રોકાણ કરવાની તાતી જરૂરિયાત છે. તેમજ ભારતે ખૂબ જ ઓછા ખર્ચે તેના 1.4 અબજથી વધુ લોકો માટે ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ સફળતાપૂર્વક બનાવી છે.
આપણ વાંચો: વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુઃ અમિત શાહ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીનું સ્વાગત કર્યું
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એમ પણ કહ્યું કે ભારત એઆઇ ટેકનોલોજી અપનાવવામાં તેમજ ડેટા સિક્યુરિટી માટે તકનીકી-કાનૂની આધાર બનાવવામાં અગ્રેસર છે. આ પૂર્વે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પેરિસના એલિસી પેલેસમાં આયોજિત સ્વાગત ભોજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો
આ અંગે પીએમ મોદીએ એક્સ પર લખ્યું હતું કે ” પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો. પીએમ મોદી ડિનરમાં યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને પણ મળ્યા હતા. વાન્સ પણ એઆઇ સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ આવ્યા હતા. અમેરિકાની મુલાકાત પૂર્વે ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના નેતૃત્વ સાથે મોદીની આ પ્રથમ મુલાકાત હતી.