હિન્દુ મરણ
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણ
વઢવાણ હાલ કાંદિવલી રાઘવ-પ્રીતિ, પુનિત-ભક્તિ અને આનંદ- પ્રાર્થનાના મમ્મી, સ્વ. ઉષાબેન શંભુપ્રસાદ શુક્લનો સ્વર્ગવાસ સોમવાર, તા. ૧૬-૧૦-૨૩ના થયો છે. તે ચૈતન્ય, પરમ, જાહ્નવી, હર્ષના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૩, ગુરુવારે સાંજે ૪ થી ૬. પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટમાં રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગામ કલાણા સિદ્ધપુર હાલ ભાયંદર નાથાભાઈ દેવાજી ઠક્કર (ઉં.વ. ૭૧) તે ૧૪/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. જયશ્રીબેનના પતિ. ચિરાગ, હેમાંગી તથા બીજલના પિતા. સ્વ. ચતુરભાઈ તથા જશીબેન રતિલાલ ઠક્કરના ભાઈ. સાસરાપક્ષે જોડિયા નિવાસી હાલ મલાડ દિનેશ, રાજુ, બકુલા રામજીભાઈ માણેક તથા બીના વિશાલ વડેરાના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગોમતીવાળ બ્રાહ્મણ
ગામ ખેડબ્રહ્મા, હાલ પાર્લા કાંતિલાલ ત્રિવેદીના ધર્મપત્ની કુસુમબેન (ઉં.વ. ૮૪) તે ૧૧/૧૦/૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે સંજીવ, નિલેશ, ડૉ. આશા રાજેન્દ્ર નગરકટ્ટી, લીના કાંતિલાલ ત્રિવેદીના માતુશ્રી. અ.સૌ. ભાવિકા તથા અ.સૌ. ઉર્વીના સાસુ. હેમ તથા આલોકના બા. ગૌરવ, હાર્દિક, નૂપુર, દિશા, કોમલના નાની. પ્રાર્થનાસભા ૨૦/૧૦/૨૩ના ૧૦ થી ૧૨, વિશ્ર્વેશ્ર્વર ભવન, પહેલે માળે, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે વેસ્ટ.
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
વઢવાણ, હાલ કાંદિવલી ગં. સ્વ. ઉષાબેન શુકલ (ઉં.વ. ૮૦) સોમવારના તા. ૧૬-૧૦-૨૩ના રામચરણ પામેલ છે. તેઓ સ્વ. શંભુપ્રસાદ નટવરલાલ શુકલના પત્ની. રાઘવ, પુનિત, આનંદના માતા. પ્રિતીબેન ભાસ્કરભાઈ દવે, ભક્તિબેન નીતિનભાઈ પાઠક, પ્રાર્થનાબેન ચંદ્રકાંતભાઈ જોષીના સાસુ. ચૈતન્ય, પરમ, જહાન્વી, હર્ષના દાદી. સ્વ. મગનલાલ પંચોલી અને સ્વ. કમળાબેન એમ. પંચોલીના દીકરી. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૧૯-૧૦-૨૩ના ૪ થી ૬. સ્થળ પાવનધામ, મહાવીનગર, કાંદિવલી (વે.).
દશા પોરવાડ વૈષ્ણવ સમાજ
ગં.સ્વ. દક્ષાબેન વિરેન્દ્રકુમાર શાહ (ઉં.વ. ૭૩) ૧૫/૧૦/૨૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. મુળ ગામ નંદુરબાર, હાલ મલાડ વિરેન્દ્રકુમારના પત્ની. મેહુલ તથા રિંકલના માતા. અવનીના સાસુ અને જેનીશના દાદી. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ ભાટિયા
ગં. સ્વ. સાવિત્રીબેન પદમસી આસર (ઉં. વ. ૯૭) તે સ્વ. યોગેશ અને ગીરીશભાઈના માતુશ્રી. તે ગં. સ્વ. જુલી અને સ્વ. પ્રીતિના સાસુ. તે કુણાલ, અ.સૌ. ડિમ્પલ વૈભવ પાટીલ અને અ.સૌ. હેમાલી રાજન કાપડિયાના દાદી. તા. ૧૬/૧૦/૨૩ના મુંબઈ મુકામે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
જાફરાબાદ, હાલ બોરીવલી રાજેશભાઈ નરેંદ્રકુમાર વોરાના ધર્મપત્ની અ.સૌ. પ્રીતીબેન (ઉં. વ. ૫૪) તે સ્વ. હંસાબેન નરેંદ્રકુમાર વોરાના પુત્રવધૂ. અ.સૌ. અંકિતા દર્શનકુમાર રાણા, ધ્રુવી અને મિતના માતુશ્રી. સ્વ. ગજરાબેન રઘુનાથ આઉટીના દીકરી. જનક અને રૂપાના ભાભી. નીતા જનક વોરાની દેરાણી. રવિવાર તા. ૧૫-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે).
હાલાઇ લોહાણા
મુળગામ પોરબંદર હાલ કાંદિવલી ગં. સ્વ. દેવયાનીબેન શશીકાંત ઠક્કર (ઉં. વ. ૮૬) તે સ્વ. શશીકાંત ગંગાદાસ ઠક્કર (ગોકાણી)ના પત્ની. તે સ્વ. મણીબેન ગોપાલજી કારીયાના પુત્રી. તે સ્વ. જેઠાલાલ તથા હિંમતભાઇના બેન. તે સ્વ. યતીનભાઇ, હરિશ તથા હર્ષાના માતુશ્રી. પ્રીતી તથા રમેશભાઇના સાસુ. તે હેતલ, કરણ, અમૃતા, અમરના દાદી. તા.૧૬-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મહીકા હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન તથા સ્વ. જાદવજીભાઇ પોપટભાઇ પૂજારાના પુત્ર વસંતભાઇ (ઉં. વ. ૭૮) તે દીપ્તિબેનના પતિ. ચિ. ધ્રુવીલના પિતાશ્રી. તથા કાંદિવલી નિવાસી સ્વ. મણિલાલ કેશવજીભાઇ રાજપોપટના જમાઇ. તા. ૧૬-૧૦-૨૩ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૩ ને ગુરુવારના ૫થી ૬-૩૦. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, પ્લોટ નં.ઇ-૯૩, ગારોડિયા નગર, ગારોડીયા સ્કૂલની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
નિર્મળાબેન વિનોદભાઇ મુડીયા ગામ માંડવી-કચ્છ હાલ કોટન ગ્રીન-મુંબઇના પુત્ર ચિરાગ (ઉં. વ. ૩૬) તે રાહુલ સ્નેહાના ભાઇ. તેમ જ ચત્રભુજ કેશવજી મુડીયાના પૌત્ર. તે શાંતાબેન કેશવજી મેઘજી ઠક્કર (ભુજ-કચ્છ હોટેલવાળા)ના દોહીત્રા. તે મહેશ મુડીયા અને દક્ષા મહેશ મુડીયાના ભત્રીજા. તે નિશાંક, દીવીશાના મામા. તા. ૧૫-૧૦-૨૩ના રામશરણ પામેલ છે. બન્ને તરફથી પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૩ના ગુરુવારે ૪થી ૬. ઠે.રામબાગ હોલ, લક્ષ્મી નારાયણ લેન, માટુંગા (ઇસ્ટ-મુંબઇ).
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર
મૂળગામ માણાવદર, હાલ વસઇ મગનલાલ નાનાલાલ જસાણી (ઉં.વ.૮૨) રવિવાર, તા. ૧૫, ઓકટોબર ૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. શારદાબેન જસાણીના પતિ. સ્વ. રાજીલભાઇ, મિતલભાઇ, નિલાબેન આર. મારવણીયા, મનીષાબેન એસ. પિલ્લઇના પિતા. ગં. સ્વ. નીતાબેન આર. જસાણી, કીર્તિબેન એમ. જસાણી, રમણિકલાલ જી. મારવણીયાના સસરા. બીનોય, પરમ, શોભિત, ધ્વનિના દાદા. તેમનું બેસણું તા. ૧૯ ઓક્ટોબર ૨૩ના ગુરુવારે ૪થી ૫.૩૦. ઠે. જૂનું સ્વામિનારાયણ મંદિર, ૬૦ ફૂટ રોડ, વસંત કરિશ્માની સામે, અંબાડી રોડ,વસઇ રોડ (વેસ્ટ).
કપોળ
નાગેશ્રીવાલા હાલ વિલે પાર્લે, સ્વ. કંચનબેન ગંગાદાસ સંઘવીના પુત્રવધૂ દક્ષાબેન (ઉં.વ. ૬૬) તે મનોજભાઈના ધર્મપત્ની. હિતેન અને માનસીના માતુશ્રી. ઉર્વિના સાસુ. પિયર પક્ષે ભાવનગરવાળા ગં. સ્વ. દમયંતીબેન ઉત્તમલાલ (ભગુભાઈ) ગાંધીના પુત્રી. ભૂપેન્દ્ર, પુષ્પા જસવંતરાય, હર્ષા સૂર્યકાંત, કલ્પના ભરત, દિવ્યા રાજેન્દ્રના ભાભી. તા. ૧૪-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૩ ગુરુવારના ૪ થી ૬ વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ, વિ. પિ. રોડ, વિલે પાર્લે (પ).
કપોળ
ગામ મહુવા, હાલ કાંદિવલી સ્વ. પ્રતાપભાઈ જીવનલાલ ગાંધીના સુપુત્ર રમેશચંદ્ર (ઉં.વ. ૭૭), તે રસીલાબેનના પતિ. તે વંદના વિશાલકુમાર શેઠના પાલક પિતા. તે સ્વ. ધીરજલાલ, સ્વ. ધરણીધરભાઈ, જયંતભાઈ, સુરેશભાઈ, સ્વ. સવિતાબેન મૂળજીદાસ, સ્વ. શશીકલા મનહરલાલ, સ્વ. હર્ષાબેન ભરતકુમારના ભાઈશ્રી. બિલાવાળા સ્વ. ધરમદાસ મુળજીભાઈ સંઘવીના જમાઈ. તે જાફરાવાદવાળા ગંગાદાસ રામજી પારેખના ભાણેજ તા ૧૪-૧૦-૨૩, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૩, ગુરુવાર ૪ થી ૬, બાલા આશ્રમ હોલ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ એક્સ્ટેન્શન્સ રોડ, કાંદિવલી (વે.).