મનોરંજન

કોને મળશે Amitabh Bachchan ની 1600 કરોડ રૂપિયાની પ્રોપર્ટી? કરી રાખી છે ખાસ જોગવાઈ…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેમની પર્સનલ અને પ્રોફનલ બંને લાઈફને કારણે ચર્ચામાં આવતા હોય છે. એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી તો પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે બચ્ચન પરિવાર ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં બિગ બીએ પોતાના સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી જેને કારણે ફેન્સ ચિંતામાં પડી ગયા હતા. બિગ બીએ પોસ્ટમાં લખ્યું હતું કે જવાનો સમય આવી ગયો છે.

Also read : Aradhya Bachchan નહીં પણ આ છોકરીની શૂઝ લેસ બાંધતા જોવા મળ્યા Amitabh Bachchan, વીડિયો થયો વાઈરલ…

આ બધા વચ્ચે હવે બિગ બીની પ્રોપર્ટી વહેંચણીને લઈને પણ સોશિયલ મીડિયા પર જાત-જાતના દાવા કરાઈ રહ્યા છે. જો તમને પણ એ સવાલ સતાવી રહ્યો હોય કે બિગ બીની 1600 કરોડની પ્રોપર્ટી કોને મળશે તો ચાલો તમને જણાવીએ-
બિગ બી 83 વર્ષે હજી સુધી એક્ટિવ છે અને તેઓ કામ કરી રહ્યા છે.

અગાઉ કહ્યું એમ બિગ બીએ કરેલી ક્રિપ્ટિક પોસ્ટ બાદ ફેન્સ હવે એવા ક્યાસ લગાવી રહ્યા છે કે બિગ બી હવે રિટાયરમેન્ટ એનાઉન્સ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં તેમની પ્રોપર્ટીમાંથી કોને શું મળશે એ જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે. પરંતુ ભાઈસાબ આ બિગ બી છે અને તેમણે પોતાનું વસિયતનામું તૈયાર જ રાખ્યું છે.

એક ઈન્ટરવ્યુમાં બિગ બીએ ખુદ ખુલાસો કર્યો હતો કે જ્યારે હું મરીશ ત્યારે મારી પાસે જે પણ કંઈ હશે તે મારી દીકરી શ્વેતા અને મારા દીકરા અભિષેક વચ્ચે બરાબર હિસ્સે વહેંચવામાં આવશે. આ મામલે દીકરા-દીકરીમાં કોઈ તફાવત નહીં કરવામાં આવે. બિગ બીના આ ઈન્ટરવ્યુ બાદ એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બિગ બીની 1600 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના સરખેસરખા ભાગ કરવામાં આવશે અને તે શ્વેતા અને અભિષેકને આપવામાં આવશે.

બિગ બીએ આ જ ઈન્ટરવ્યુમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે હું દીકરીઓને પારકી થાપણ નથી માનતો. આપણે ત્યાં લોકો કહે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. તે સાસરે જતી રહે, પણ શ્વેતા બિગ બી માટે હજી પણ તેમની દીકરી જ છે. શ્વેતાનો પણ બિગ બીના ઘર, પ્રોપર્ટી પર એટલો જ અધિકાર છે જેટલો અભિષેકનો છે.

Also read : સાથે દેખાયા Aishwarya Rai-Bachchan અને Jaya Bachchan, પછી જે થયું એ…

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને પોતાનો બંગલો જલસા દીકરી શ્વેતા બચ્ચનના નામે કર્યો છે અને એ સમયે આ બંગલાની કિંમત 50 કરોડ રૂપિયા હતી. એવું પણ કહેવાય છે કે બિગ બીના આ પગલાંથી નારાજ થઈને વહુ ઐશ્વર્યા રાય-બચ્ચન ઘર છોડીને પોતાના પિયર જતી રહી છે. જોકે, આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ તો રામ જાણે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button