દિલ્હી ચૂંટણીઃ ‘આપ’ અને કોંગ્રેસ અંદરોઅંદર લડતા રહે તો ગઠબંધનની શું જરુર, યુબીટીનો સવાલ
![Delhi Elections: If AAP and Congress keep fighting among themselves, what is the need for an alliance, asks UBT](/wp-content/uploads/2024/10/Shivsena.webp)
મુંબઈ: દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એકબીજા સાથે લડી રહ્યા હતા અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપને જીતમાં ફાળો આપ્યો, એવો દાવો શિવસેના (યુબીટી) એ કર્યો હતો. એક અખબારના તંત્રીલેખમાં શિવસેના (યુબીટી)એ સવાલ ઉઠાવ્યો હતો કે જો તેમના મતદાતાઓ ભાજપને બદલે એકબીજા સામે લડતા રહે તો વિપક્ષી ગઠબંધનની શું જરૂર છે?
તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આપને પછાડીને ૭૦માંથી ૪૮ બેઠક જીતી. આપને ફક્ત ૨૨ બેઠકો મળી હતી, જેમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેવા ટોચના નેતાઓનો પરાજય થયો. કોંગ્રેસ સતત ત્રીજી વખત એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ ગઈ હતી.
“દિલ્હીમાં, આપ અને કોંગ્રેસ બંને એકબીજાને નષ્ટ કરવા માટે લડ્યા, જેના કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે વસ્તુઓ સરળ બની ગઈ. જો આવું જ ચાલુ રહે, તો ગઠબંધન શા માટે?” એક અખબારના તંત્રીલેખમાં કટાક્ષ કરવામાં આવ્યો હતો.
Read This…પ્રજાના પૈસે રાજકોટના મેયર મહાકુંભ નગરે પહોંચ્યા, સરકારી ગાડી લઈ જવા મુદ્દે વિવાદ…
“દિલ્હી ચૂંટણીમાં મળેલી હાર દેશની લોકશાહી પ્રક્રિયાઓ પર સીધી અસર કરી રહી છે. મહારાષ્ટ્રમાં પણ, સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ (વિધાનસભા ચૂંટણી માટે) બેઠકોની વહેંચણીની વાટાઘાટો અંત સુધી લંબાવી હતી અને તેના પરિણામે અસ્તવ્યસ્ત ચિત્ર રજૂ થયું,” એમ મરાઠી અખબારમાં કહેવામાં આવ્યું છે.