આમચી મુંબઈ

બાબા આમ્ટેની સંસ્થાને દસ કરોડની સહાય

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રહ્યું હતું કે બાબા આમ્ટે દ્વારા સ્થાપિત મહારોગી સેવા સમિતિ, ચંદ્રપુરને આપવામાં આવતી આર્થિક સહાયને પ્રતિ દર્દી 2200 રૂપિયાથી વધારીને 6,000 રૂપિયા કરવામાં આવશે.

Also read : Good News: કોસ્ટલ રોડ વાહનચાલકો માટે 24 કલાક ખૂલ્લો રહેશે, જાણો ક્યારથી મળશે સુવિધા?

સમિતિના 75 વર્ષ થયા તેને ઉજવણી માટે આયોજિત જાહેર કાર્યક્રમમાં ફડણવીસે 10 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે બાકીના 65 કરોડ રૂપિયા અન્ય માધ્યમથી ઊભા કરવામાં આવશે.

મહારોગી સેવા સમિતિ, વારોરા (એમએસએસ) દ્વારા લેપ્રસી, દૃષ્ટિહીન, શારીરિક ખોડખાંપણ ધરાવતા, શ્રવણ અને બોલી ન શકતા તેમ જ સામાજિક અને આર્થિક રીતે પછાત અને આદિવાસી લોકોની સેવા કરે છે.

એમએસએસને લેપ્રસીના દર્દીઓની સેવા માટે કરેલા કામ માટે અનેક એવોર્ડ મળ્યા છે, જેમને એક સમયે અસ્પૃશ્ય માનવામાં આવતા હતા. પુનર્વસનનું કામ સમય સાથે વધ્યું છે અને આમ્ટે પરિવારની ત્રીજી પેઢી આ કામ આગળ ધપાવી રહી છે, એમ ફડણવીસે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે વિકાસ આમ્ટે (બાબા આમ્ટેના પુત્ર) દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે 75 વર્ષ પૂરા થયા હોવાથી સમિતિ પાસે 75 કરોડ રૂપિયાનું કોર્પસ ફંડ હોય. હું મારા અધિકારક્ષેત્રમાં 10 કરોડ રૂપિયા આપી શકું છું. બાકીનું ભંડોળ અન્ય માધ્યમથી ઊભું કરી શકાશે. જેને માટે હું અન્ય પ્રધાનો અને અધિકારીઓ સાથે બેઠક કરીશ, એમ પણ તેમણે કહ્યું હતું.

Also read : એલર્ટઃ મુંબઈમાં નોંધાયો સૌથી પહેલો જીબીએસનો કેસ…

તેમણે કહ્યું હતું કે પ્રતિ દર્દી આપવામાં આવતી આર્થિક સહાયની રકમમાં 2012થી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી, આથી આ સહાયની રકમ 2,200થી વધારીને 6,000 રૂપિયા કરે છે. આવી જ રીતે પુનર્વસન માટેની સહાય પણ 2,000 પ્રતિ દર્દીથી વધારીને 6,000 રૂપિયા કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button