કલ્યાણમાં ઇ-સેવા કેન્દ્રના બે માલિક વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં લોકોને ફૅક ઇન્કમ સર્ટિફિકેટ તથા અન્ય દસ્તાવેજો પૂરા પાડવા માટે બનાવટી દસ્તાવેજો બનાવવાના આરોપસર ઇ-સેવા કેન્દ્રના બે માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઇ-સેવા એક ઇલેક્ટ્રોનિક કેન્દ્ર અથવા પ્લેટફોર્મ છે, જ્યાં લોકો પરમિટ માટે અરજી કરવા, ટેક્સ ચૂકવવા, પ્રમાણપત્રો મેળવવા અથવા માહિતી મેળવવા જેવી વિવિધ સરકારી સેવાઓનો ઉપયોગ કરી છે.
કલ્યાણમાં ઇ-સેવા કેન્દ્ર ચલાવનારા આરોપીઓએ કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને ખોટા આવક પ્રમાણપત્રો જારી કરવા માટે બનાવટી રબર સ્ટેમ્પનો ઉપયોગ કર્યો હતો.
આપણ વાંચો: મહિલાના મૃત્યુ બાદ પરિવારજનોનો ડૉક્ટર પર હુમલો: ત્રણ સામે ગુનો…
તેમણે કાનૂની પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું અને દસ્તાવેજો અધિકૃત હોવાનું જણાવીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા, એમ કોલસેવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
આમ ન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છતાં તેમણે 17 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન બોગસ ઇન્કમ સર્ટિફિકેટ અને પંચનામા રિપોર્ટ આપવાનું ચાલુ રાખ્યું હતું.
દરમિયાન નેતાવલી ગામના મહેસૂલ અધિકારીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. આ ગુનામાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)