ટૅક વ્યૂહ : ચેટબોટ સાથે ચેટિંગ: લાવી દો, આંગળીના વેઢે નીવેડો!

-વિરલ રાઠોડ
વાતની શરૂઆત થોડી ફ્લેશબેકથી..
કોરોના વાઈરસનો કાળમૂખો સૂર્ય જ્યારે ઉનાળાના મધ્યાહન જેટલી તીવ્રતા ધરાવતો હતો એ સમયે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને’ આપણને સૌને આપણા વોટ્સએપમાં ડાયરેક્ટ શું કરવું અને શું ક્યારેય ન કરવું એ અંગે સચોટ અને વિશ્વસનીય માહિતી આપી હતી.
આપણામાંથી કોઈ પાસે એના સંસ્થાના નંબર ન હતા, ન તો એ સંસ્થા પાસે આપણા કોઈ ચોક્કસ નંબરની માહિતી હતી. આમ છતાં આપણા સુધી વાઈરસથી એલર્ટ રહેવા માટેની સંપૂર્ણ સાચી માહિતી પહોંચી.
આ પાછળ જે સિસ્ટમ કામ કરી રહી હતી એનું નામ હતું ‘ચેટબોટ’. કોરોના કાળમાં ટેકનોલોજી ક્ષેત્રે અસાધારણ કહી શકાય એવા પ્રયોગ થયા, જે સફળ પણ થયા. ચેટબોટ ટેકનોલોજીને સમજીએ અને પછી એનાથી થતા ચિટિંગથી બચવાના ઉપાય અંગે વિસ્તારથી જોઈએ.
ચેટબોટ અને ચેટજીપીટીમાં શું ફેર?
કોઈ જ પ્રકારના નંબર લીધા વગર માત્ર એક ચછ કોડ સ્કેન કરતાં જ તમામ વિગત મળી જાય એનું નામ ચેટબોટ. જોકે, એની પાછળ પણ કમાલ તો એક નંબરની જ હોય છે. આ એક એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજનું પરિણામ છે, જેને મેસેજિંગ એપ્લિકેશન સાથે જોડીને પ્રાથમિક માહિતીને હજારો લોકો સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાયું છે.
આપણ વાંચો: મંકી પોક્સને લઈ હેલ્થ મિનિસ્ટ્રી હરકતમાંઃ વિદેશથી આવેલા યુવકને કરાયો આઈસોલેટ…
વર્ષ 1988માં સૌ પ્રથમ રોલો કાર્પેંટર નામના એક પ્રોગ્રામરે ચેટબોટની શરૂઆત કરેલી. આ પાછળનું કારણ એ હતું કે, એની સાથે ટેકનોલોજી વાત કરી શકે એ રીતે પ્રોગામિંગની દુનિયામાં આ ભાઈને કંઈક નવું કરવું હતું.
આ ચેટબોટમાં જે તે વ્યાપાર કે વ્યવસાયની પ્રાથમિક માહિતી જેને લોકો સુધી પહોંચાડવી છે એને ક્રમિક રીતે ગોઠવીને નંબર સાથે જોડીને સેટ કરી શકાય છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વ્યક્તિ કસ્ટમર કેરમાં ફોન કરે છે એ સમયે એને જે તે નંબર રહેલા મેનુ કે એની માહિતીના શોર્ટફોર્મ વોઈસનોટથી જણાવવામાં આવે છે. બસ, આ જ રીતે અહીં નંબર સાથે માહિતીની નોટ ક્નેકટ થયેલી હોય છે.
હવે ચેટબોટ અને ચેટજીપીટીમાં ફેર માત્ર એટલો જ છે કે, ચેટબોટમાં તમે પણ માહિતીને ગોઠવી શકો, શેર કરી શકો. આ માટે કોઈ ચોક્કસ કી-વર્ડના ઈનપુટની જરૂર નથી. જ્યારે ચેટજીપીટીમાં કી-વર્ડ જેટલા ચોક્કસ અને પર્ફેક્ટ એટલો તમને મળતો જવાબ ક્રમબદ્ધ.
અઈં સાથે ચેટબોટે હાથ મિલાવ્યા
વર્ષ 1988માં શરૂ થયેલી આ પ્રોગ્રામિંગ ટેકનોલોજીની ઊપજ એટલે કે ચેટબોટ એ સમયે સફળ થયું. આ પાછળનું કારણ એ હતું કે, જે પ્રોગ્રામ અંદર ફીટ કરવામાં આવ્યાં હતા એ માત્ર કોમ્પ્યુટરની કેટલીક ભાષા પૂરતા મર્યાદિત હતા. એમાં કંઈ નવું કરવા માટે કોઈ પ્રયાસ ન થયા.
આપણ વાંચો: ગુજરાતનું વૈશ્વિક કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર, જ્યાં થઈ રહ્યું છે 300થી વધારે ઝેરી સાપોનું સંશોધન!
દાયકા બાદ આ જ પ્રોગ્રામ ફરી ઉપયોગમાં લેવાયા અને એમાં શું નવું પીરસી શકાય એ વિચાર કરીને ફરીથી ચેટબોટ તૈયાર થયા, જેને વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશન સાથે ક્નેક્ટ કરીને પ્રયોગ થયા, જે સફળ થયો. શરૂઆતના દાયકા સુધી આ ચેટબોટ બેંક સર્વિસ માટે માત્ર લેપટોપ કે કોમ્પ્યુટર પૂરતા જ મર્યાદિત હતા.
એમાં પ્રાદેશિક ભાષા ઉમેરવાનું કામ ચીને કર્યું. છેલ્લા પાંચ વર્ષથી જે તે ચેટબોટે અઈં(આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ) સાથે હાથ મિલાવીને રિયલટાઈમ સર્વિસ આપી છે. એટલે કે સમયની કોઈ બાંધછોડ નહીં. યુઝર જ્યારે એમાં ઈનપુટ આપે ત્યારે તે એનો જવાબ આપે- એ પણ તાત્કાલિક. ફાયદો એ થયો કે, અંદર જે પ્રોગ્રામ લોડ કરાયા હતા એમાં માહિતીનું વૈવિધ્ય આવ્યું.
આજે માર્કેટિંગ કરતી કંપનીથી લઈને બેંક સુધીની ઓનલાઈન સેવામાં ચેટબોટનો વ્યાપ વિસ્તર્યો છે. સાથે અન્ય સેવામાં પણ ફાયદો થયો છે.
ચેટિંગથી ચિટિંગ સુધી…
વર્ષ 2016માં જ્યારે ચેટબોટ માટે ખાસ પ્રકારના ટુલ્સ (જેમ રેડીમેડ કપડાં ડાયરેક્ટ પહેરી શકાય એમાં એ પેકેજ ખરીદીને મોબાઈલ કે કમ્પ્યુટરમાં સીધા જ ઉપયોગમાં લઈ શકાય) બનાવવાનું ચીને શરૂ કર્યું. પછીથી એનો પ્રયોગ ‘યાહુ’ જેવી કંપનીએ પણ કર્યો. એના પરથી ચેટરૂમ ડિઝાઈન થયા.
આપણ વાંચો: ચીનમાં ફેલાય રહેલા વાયરસને પગલે સ્વાસ્થ્ય મંત્રાલય સાવધ; કહ્યું ભારત આ માટે……
આ પછીની વાતથી સૌ કોઈ વાકેફ છે. માત્ર એક ઈમેલ આઈડીમાં લોગઈન કરો એટલે વીડિયોચેટથી લઈને વોઈસચેટ સુધી તમામ વસ્તુ થતી. પછી કેટલાક ભેજાબાજોએ આમાં એક કોમ્યુનિટી તૈયાર કરીને જાણીતા નામથી ચેટસર્વિસ શરૂ કરી, જેમાંથી ચેટિંગ ચિટિંગ બની ગયું.
ઈમેલઆઈડી અને લોકેશનને છુપાવી દેવાના વિકલ્પ મળતા મનફાવે એવા ચેટબોટ સાથે લોકો વાતો કરતા. હવે એ મશીન છે કે હકીકતમાં કોઈ વ્યક્તિ એ અંગે ભાગ્યે જ કોઈને જાણ થતી. કેટલાક લોકો તો સામેથી સાચું આઈડી પૂછીને પછી વાતો કરતા થયા. આમ ટેકનોલોજી લોકોને જોડવાનું માધ્યમ બની.
આટલું ધ્યાન રાખવું
ચેટબોટ સર્વિસ આપતી કંપનીઓ ક્યારેય કોઈ પાસવર્ડ કે ઈમેલ પૂછતી નથી એટલે જ્યારે આવા કોઈ મેસેજ આવે ત્યારે એ વાત ત્યાંથી અટકાવી દેવી. આ એક મશીન લેવલની ભાષા છે. જ્યાં સુધી તમે ઈનપુટ નહીં આપો ત્યાં સુધી તે જવાબ નહીં આપે. હા, મોબાઈલથી ચેટ કરતા હશો તો નંબર અવશ્ય શેર થશે, પણ એમાંથી કોઈ પર્સનલમાં મેસેજ કરે ત્યારે ચકાસણી કરવી અનિવાર્ય છે.
ચેટબોટમાં ક્યારેય કોઈ ફેક આઈડી મોકલવું નહીં, કારણ કે, અઈં આવ્યા બાદ ફેક વેરિફિકેશન માટે વપરાતા શબ્દોના સર્વરમાં ડિક્શનરી નહીં આખો ડેટાબેઝ હોય છે. પેમેન્ટ માટેના ચછ કે વ્યવહાર કદી કરવા નહીં. આ મશીન છે કોઈ વ્યક્તિ નથી.
આઉટ ઓફ બોક્સ
‘એલેક્સા’ નામનું અઈં ડિવાઈસ માર્કેટમાં આવ્યા પહેલાં વર્ષ 1960માં પહેલું ચેટબોટ ડિવાઈસ આવ્યું હતું. જેનું નામ ‘એલિઝા’ હતું, જેના પરથી ‘એલેક્સા’ આવી