Banaskantha માં રેતી ભરેલું ડમ્પર પલટી જતાં ચાર લોકોના મોત

અમદાવાદ: ગુજરાતના બનાસકાંઠામાં(Banaskantha)એક ગંભીર અકસ્માત સર્જાતાં ચાર લોકોના મોત થયા છે. જેમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ અકસ્માતની મળતી વિગત મુજબ બનાસકાંઠાના થરાદ હાઇવે પર ખેંગારપુરા ગામ નજીક રેતી ભરેલું ડમ્પર પલટી ગયું. જેના કારણે રસ્તાની બાજુમાં કામ કરી રહેલા ત્રણ લોકો અને એક બાળકનું મોત થયું છે.
ત્રણ મહિલા અને એક બાળકનું મોત થયું
આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે ડમ્પર પલટી જતાં રસ્તાની બાજુમાં કામ કરતી ત્રણ મહિલાઓ અને એક બાળકનું મોત થયું હતું. આ ઘટના બાદ લોકોએ બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જ્યારે જેસીબીની મદદથી મૃતકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેની બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
આપણ વાંચો: દક્ષિણ આફ્રિકામાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી યુવકોના મોત; જુઓ અકસ્માતનો VIDEO
તમામ મૃતકો દાહોદ જિલ્લાના વતની
આ અંગે અકસ્માતનો ગુનો નોંધીને થરાદ પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે. ડમ્પર માલિક વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તમામ મૃતકો દાહોદ જિલ્લાના હતા જેઓ ત્યાં કામ માટે આવ્યા હતા. થરાદ પોલીસના જણાવ્યા અનુસાર રસ્તાનું કામ ચાલી રહ્યું હતું અને વળાંક પર બહાર નીકળવા માટે જગ્યા નહોતી. આમ છતાં ડ્રાઈવર ડમ્પરને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેના કારણે ડમ્પર પલટી ગયું