ફેબ્રુઆરી ન ફળ્યો આ મોટી કંપનીઓનેઃ પહેલા અઠવાડિયામાં જ કરોડો ડૂબ્યા
![Green start to the stock market; Big jump in these stocks](/wp-content/uploads/2025/01/how-to-trade-stock-780x470.webp)
ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું તો પૂરું થઈ ગયું પણ પહેલા અઠવાડિયે દેશભરમાં ઘણી હલચલ જોવા મળી. દેશનું બજેટ આવ્યું, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, લોકસભાની અનેક બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા, આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો… અને ઘણું બધું બની ગયું. આ બધા વચ્ચે દેશની ટોચની 10 કંપનીઓમાંથી પાંચ કંપનીઓએ તેમના માર્કેટ કેપમાં નુકસાન કર્યું છે જેના પર કોઈનું ખાસ ધ્યાન ગયું નથી. દેશની ટોચની FMCG કંપનીઓમાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું છે .LIC, TCS, SBIને પણ ભારે નુકસાન થયું છે જો કે બીજી તરફ દેશી ટોચની પાંચ કંપનીઓના માર્કેટ ટેપમાં વધારો પણ થયો છે આપણે આ વિશે જાણીએ.
આ કંપનીઓના માર્કેટ ટેપ માં ઘટાડો થયો :-
ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં દેશની છે ટોચની પાંચ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો થયો છે તેમાં FMCG કંપની ITCનો સમાવેશ થાય છે ITCનું મૂલ્યાંકન 39474.45 કરોડ રૂપિયા ઘટીને 539129.60 કરોડ રૂપિયા થયું છે.
બીજી સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિ.નું માર્કેટ કેપ 33,704.89 કરોડ ઘટીને 5,55,361.14 કરોડ રૂપિયા થયું છે.
Also read: શેરબજાર: માર્કેટની નજર ટીસીએસ પર, ત્રણ સિમેન્ટ સ્ટોક્સનું રેટિંગ ડાઉન
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નું માર્કેટ કેપ 25926.02 કરોડ રૂપિયા ઘટીને 6,57,789.12 રૂપિયા થયું છે.
દેશની સૌથી મોટી વીમા કંપની LICનું માર્કેટ કેપ 20113.49 કરોડ રૂપિયા ઘટીને 5,16,088.19 કરોડ રૂપિયા થયું છે.
દેશની સૌથી મોટી આઇટી કંપની TCSનું મૂલ્યાંકન 16,064.31 કરોડ રૂપિયા ઘટીને 14,57,854.09 કરોડ રૂપિયા થયું છે. જે કંપનીઓના માર્કેટ કેપ માં વધારો જોવા મળ્યો છે તેમાં ICICI Bank, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને HDFC Bankનો સમાવેશ થાય છે.
શેરબજારની વાત કરીએ તો બીએસસીનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સે પણ 1.36 ટકાના વધારો એટલે કે 1043.47 પોઇન્ટના વધારા સાથે 77860.19 પોઇન્ટ પર જોવા મળ્યો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી એક ટકો વધીને 23559.95 પોઇન્ટ પર પહોંચ્યો છે.