દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની થઈ જીત, રમેશ બિધૂડીને આપી હાર
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. કાલકાજી સીટ પરથી દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની જીત થઈ છે. તેમણે ભાજપના રમેશ બિધૂડીને હાર આપી છે.
કેજરીવાલ, સિસોદીયા હાર્યા
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની હાર થઈ હતી. દિલ્હીમાં કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
Also read: Breaking News: પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પણ હાર
દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી અને કાલકાજીથી આપના ઉમેદવાર, આતિશીએ કહ્યું કે, આ કોઈ સામાન્ય ચૂંટણી નહોતી પણ સારા અને ખરાબ વચ્ચેની લડાઈ હતી, શાંતિ અને ગુંડાગીરીની લડાઈ હતી.