મહારાષ્ટ્ર

બીઓઆરઆઈના ટ્રસ્ટીપદેથી એક્ટર રાહુલ સોલાપુરકરે રાજીનામું આપ્યું

પુણે: છત્રપતિ શિવાજી મહારાજના 1666માં આગ્રાથી ભાગી જવા અંગેની ટિપ્પણીને કારણે ટીકાનો સામનો કરી રહેલા અભિનેતા રાહુલ સોલાપુરકરે પુણે સ્થિત ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (બીઓઆરઆઇ)ના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે. બીઓઆરઆઈના અધિકારીઓએ આજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

Budget Session: રાજ્યસભામાં PM Modiએ કહ્યું કોંગ્રેસ પાસે અપેક્ષા રાખવી એ મોટી ભૂલ!

અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સોલાપુરકરે તાજેતરમાં એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે 17મી સદીના મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ મીઠાઈના કરંડિયામાં સંતાઈને નહીં, પણ મોગલ બાદશાહ ઔરંગઝેબના અધિકારીઓને લાંચ આપીને આગ્રા કિલ્લા પરથી નાસી છૂટ્યા હતા.

તેમના આ નિવેદનનો એક વીડિયો વાયરલ થયા બાદ મંગળવારે શહેરના મરાઠા સંગઠનોએ બીઓઆરઆઈની બહાર વિરોધ પ્રદર્શન કરી માંગણી કરી હતી કે સંસ્થા તેમને ટ્રસ્ટી પદેથી રાજીનામું આપવા જણાવે.

‘લાંચ’ શબ્દનો ઉપયોગ કરવા બદલ તેમજ છત્રપતિ શિવાજી માટે આદર ધરાવતા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ પોતે દિલગીર હોવાનું સોલાપુરકરે પછી જણાવ્યું હતું.

મરાઠા રાજાના વંશજ ભાજપના સંસદસભ્ય ઉદયનરાજે ભોસલેએ કહ્યું હતું કે આવી ટીપ્પણી કરનારાઓને ગોળી મારવી જોઈએ. ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે કહ્યું હતું કે લોકો સોલાપુરકર જ્યાં પણ નજરે પડે ત્યાં તેમની મારપીટ કરવી જોઈએ. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button