દહિસર ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામના નિરાકરણ માટે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકનું 3 દિવસનું અલ્ટિમેટમ
![Saranaik's 3-Day Ultimatum to Solve Dahisar Toll Plaza Traffic Jams](/wp-content/uploads/2025/02/Saranaiks-3-Day-Ultimatum-to-Solve-Dahisar-Toll-Plaza-Traffic-Jams.webp)
થાણે: દહિસરના ટોલ પ્લાઝા પર મોટા પાયે ટ્રાફિક જૅમ થવાની ફરિયાદોથી નારાજ સ્થાનિક વિધાનસભ્ય અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે ગુરુવારે સ્થળની મુલાકાત લીધી અને કોન્ટ્રાક્ટરને ખરાબ વ્યવસ્થાપન માટે ઠપકો આપ્યો હતો, તેમના મતે નબળા સંચાલનને લીધે જ ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઈ રહી હતી.
સરનાઈકે ટોલ કલેક્શન એજન્સીના પ્રતિનિધિઓને ટ્રાફિક પ્રવાહને સુવ્યવસ્થિત કરવા માટે ત્રણ દિવસની મુદત આપી હતી જેથી કોમ્પેક્ટ બેરિકેડ લગાવી શકાય અને મુક્તિ પામેલા અને બિન-મુક્તિ પામેલા વાહનો માટે સમર્પિત લેન અલગ કરી શકાય જેથી ટ્રાફિક પ્રવાહ સુવ્યવસ્થિત થાય અને અવિરત ટ્રાફિક પ્રવાહ સુગમ બને.
મેં ત્રણ દિવસની મુદત સાથે જરૂરી નિર્દેશો આપ્યા છે. ‘હું સોમવારે ફરીથી સ્થળ પર જઈશ જેથી ખાતરી કરી શકાય કે કોન્ટ્રાક્ટરે સુધારાત્મક પગલાંનું પાલન કર્યું છે કે નહીં, જો આવશ્યક જણાશે તો પગલાં લેવામાં આવશે.’ એમ સરનાઈકે કહ્યું હતું.
આ પણ વાંચો: થાણેના ઉપવન તળાવ પાસે વિઠ્ઠલની પ્રતિમા સ્થાપિત કરાશે: સરનાઈક
ગયા વર્ષે 15 ઓક્ટોબરના રોજ દહિસર ટોલ પ્લાઝા સહિત મુંબઈના તમામ પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો (એલએમવી) માટે સંપૂર્ણ ટોલ મુક્તિ જાહેર કરવામાં આવી હતી.
આ મુક્તિનો હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને ટોલ પ્લાઝા પર ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો હતો. જોકે, ટોલ કોન્ટ્રાક્ટર દ્વારા કથિત ગેરવહીવટને કારણે, દહિસરમાં હાઇવે પર સ્થિત ટોલ પ્લાઝા તરફ જતા રસ્તાઓની બંને બાજુ ટ્રાફિક જામ ચાલુ રહ્યો હતો.
અન્ય એક સંબંધિત ઘટનાક્રમમાં, સરનાઇકે માહિતી આપી હતી કે છત્રપતિ શિવાજી મહારાજ માર્ગ પર એસ.કે.સ્ટોન અને ગોલ્ડન નેસ્ટ પર નિર્માણાધીન બીજા અને ત્રીજા ફ્લાય-ઓવર બ્રિજને શિવ જયંતિ (19 ફેબ્રુઆરી, 2025) અને સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ, 2025) ના અવસરે અનુક્રમે પૂર્ણ કરવામાં આવે અને વાહનોની અવરજવર માટે ખુલ્લા મૂકવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે એમએમઆરડીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કર્ણાટક મોડેલ પર એસટીની નવી સેવા? પરિવહન પ્રધાનનો સંકેત
કેવા પગલાં લેવાશે?
1) મુંબઈ તરફના હાઇવે પર તાત્કાલિક માત્ર ત્રણ કતાર અને ભારે વાહનોની ટોલ વસૂલાત માટે હાઇવે પર બે કતાર અનામત રાખવી.
2) બાકીનો રસ્તો હળવા મોટર વાહનો માટે ખાલી કરવો.
3) વાહન માલિકો તેમના વાહનોને સંબંધિત કતારમાંથી વ્યવસ્થિત રીતે આગળ લઈ જઈ શકે તે માટે આરક્ષિત કતાર વિશે માહિતી આપતા બોર્ડ બંને બાજુ 500 મીટર સુધી લગાવવા.
મુંબઈ મેટ્રો રેલ સેવાઓ દહિસર સુધી લંબાવવામાં આવે: સરનાઈક
મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે ગુરુવારે મુસાફરોને રાહત આપવા માટે મુંબઈ મેટ્રો રેલની સેવાઓને ઉપનગરના દહિસર સુધી લંબાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
‘મીરા-ભાયંદરના લોકોને ન્યાયની જરૂર છે. સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીમુક્ત મુસાફરી પૂરી પાડવા માટે મુંબઈ મેટ્રો રેલ આ વર્ષના અંત સુધીમાં દહિસર સુધી કાર્યરત થવી જોઈએ, એમ સરનાઇકે જણાવ્યું હતું.
તેમણે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારીને પ્રોજેક્ટને ઝડપી બનાવવા સૂચના આપી હતી અને તેનું વિસ્તરણ વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવા અને ભીડ ઓછી કરવા માટે પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવે એમ કહ્યું હતું.