સુહાના ખાન ‘બોસી’ લૂકમાં જોવા મળી, વાઈરલ તસવીરો પણ જોઈ લો!
મુંબઈઃ બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનની લાડલી દિવસે દિવસે પોતાના ગ્લેમરનો જાદુ પાથરતી જાય છે, જેમાં તાજેતરમાં અભિનેત્રીએ પોતાનો નવો લૂક આપીને પોતાના ચાહકોના દિલ જીતી લીધા હતા.
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ‘બૈડ્સ ઓફ બોલિવૂડ’ સીરિઝથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. હાલમાં જ આ સીરીઝનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કિંગ ખાનનો આખો પરિવાર જોવા મળ્યો હતો.
આ ઈવેન્ટમાં સુહાના ખાન સ્ટનિંગ લૂકમાં જોવા મળી હતી. સુહાના ખાને ઈન્સ્ટાગ્રામ પર ‘બૈડ્સ ઓફ બોલિવૂડ’ના ટીઝર લોન્ચ લૂકની તસવીરો શેર કરી છે જેમાં તે ફોર્મલ લૂકમાં જોવા મળી હતી.
આપણ વાંચો: સુહાના ખાનને મળી Christmas Gift, તસવીર થઈ વાઇરલ
સુહાના ગ્રે કલરના કોર્સેટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના બ્લેઝરની સાઈડ કટ ડિઝાઈન તેના દેખાવમાં ચાર ચાંદ લગાડી રહી છે. સુહાનાએ આ આઉટફિટ સાથે ગોલ્ડન કલરની ઈયરિંગ્સ પહેરી છે,સાથે તેણે બ્લેક હીલ્સ પહેરી છે.
આછો મેકઅપ સુહાનાના આઉટફિટ સાથે મેચ થાય છે. એક્ટ્રેસ ખુલ્લા વાળમાં ક્યૂટ લાગી રહી છે. સુહાનાએ પોસ્ટમાં આર્યન ખાનનો બેકસાઇડ ફોટો પણ શેર કર્યો છે. તેની પાછળ ડાયરેક્ટર લખેલું છે અને સામે કેમેરામાં શાહરૂખ ખાન દેખાય છે. આ ફોટા શેર કરતી વખતે સુહાનાએ કેપ્શનમાં લખ્યું- ‘બૈડ્સ ઓન્લી.’ તેની આ તસવીરો તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે બીજી ફેબ્રુઆરીના આર્યન ખાનની દિગ્દર્શિત ડેબ્યૂ સીરિઝ ‘બૈડ્સ ઓફ બોલિવૂડ’ની જાહેરાત કરવામાં આવી હતી. ટીઝરના લોન્ચ દરમિયાન શાહરૂખ ખાન તેના આખા પરિવાર સાથે જોવા મળ્યો હતો.