Aishwarya-Abhishekના સંબંધોનું સત્ય આજે થશે ઉજાગર? Amitabh Bachchan બર્થડે પર થયા ઈમોશનલ…
છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને તેઓ ડિવોર્સ લઈ રહ્યા છે એવા અહેવાલો સામે આવતા રહે છે. જોકે, આ બાબતે ઐશ્વર્યા કે અભિષેકે કંઈ કહ્યું નથી અને ન્યુયર પર સાથે લાવીને બંનેએ ડિવોર્સની રૂમર પર તો પૂર્ણવિરામ લગાવી દીધું હતું પરંતુ ફેન્સને હજી પણ કોઈ ક્લિયર ક્લેરિટી નથી મળી અને એવી આશા સેવાઈ રહી છે કે આજે જુનિયર બચ્ચનના 49મા બર્થડે પર ઐશ વિશ કરીને આ રિલેશનશિપ સ્ટેટસને ક્લિયર કરશે કે કેમ? ચાલો જોઈએ-
આવી છે બર્થડે બોય અભિષેકની ફિલ્મી સફર…
અભિષેક બચ્ચને 2000માં કરિના કપૂર-ખાન સાથે ફિલ્મ રેફ્યુજીથી લીડ એક્ટર તરીકે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બચ્ચન પરિવારથી હોવાને કારણે જુનિયર બચ્ચનના ખભે હંમેશાથી એક મોટી જવાબદારી રહી છે અને શરૂઆતના દિવસોમાં જુનિયર બચ્ચને ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો હતો. 2004માં ફિલ્મ ધૂમથી અભિષેકના ફિલ્મી કરિયરને કિક સ્ટાર મળી અને ત્યાર બાદ તેણે યુવા, સરકાર, કભી અલવિદા ના કહેના, બંટી ઔર બબલી, ગુરુ જેવી દમદાર ફિલ્મો આપી. આ સિવાય ઓટીટી પર પણ બિગ બીએ બ્રીધ ઈનટુ ધ શેડોઝ, લૂડો, દસવી જેવી ફિલ્મો વેબ સિરીઝમાં કામ કર્યું હતું.
બિગ બીએ શેર કર્યો 49 વર્ષ જૂનો જુનિયર બચ્ચનનો ફોટો…
ઐશ્વર્યા રાય-બચ્ચન પતિ અભિષેક બચ્ચનને સંબંધોમાં આવેલી ખટાશ બાદ બર્થડે વિશ કરે છે કે નહીં એ તો સાંજ સુધીમાં ખ્યાલ આવી જ જશે, પણ એ પહેલાં જ બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનને દીકરા અભિષેકને બર્થડે વિશ કરતાં એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
બિગ બીએ અભિષેક બચ્ચનનો 49 વર્ષ જૂનો ફોટો શેર કરતાં લખ્યું છે કે સમય ખૂબ જ ઝડપથી આગળ વધી ગયો… સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ અમિતાભ બચ્ચનને પોતાના બ્લોગ પર એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. આ ફોટો એ સમયનો છે જ્યારે બિગ બી મેટરનિટી વોર્ડમાં પહેલી જ વખત અભિષેકને જોઈ રહ્યા હતા. આ ફોટોમાં હોસ્પિટલનો સ્ટાફ પણ જોવા મળી રહ્યો છે.
અભિષેક બચ્ચન 49 વર્ષ પૂરા કરીને 50મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. પાંચમી ફેબ્રુઆરી, 1976નો એ દિવસ હતો… સમય ઝડપથી પસાર થઈ ગયો. આ પોસ્ટમાં બિગ બીએ એવા લોકો સામે પણ ઈશારો કર્યો છે કે જેઓ સોશિયલ મીડિયા પર ક્વેશ્ચન માર્ક સાથે ન્યુઝ શેર કરતાં રહે છે.
ઐશ્વર્યા-અભિષેકના સંબંધો પરથી આજે હટશે ક્વેશ્ચનમાર્ક?
સોશિયલ મીડિયા પર લાંબા સમયથી એવો દાવો કરાઈ કહ્યો છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું. બંને જણ જાહેરમાં એકબીજા સાથે દેખાવવાનું ટાળી રહ્યા છે. એટલું જ નહીં ઐશ્વર્યા રાય-બચ્ચનના જન્મદિવસે અભિષેક બચ્ચને કે બચ્ચન પરિવારે વિશ કરતી પોસ્ટ નહોતી કરી જેને કારણે બચ્ચન પરિવારને ટ્રોલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ચાંદનીની મદમસ્ત શ્રીદેવી અને સિલસિલાની સિલ્કી રેખાઃ વેલેન્ટાઈન્સ વીક પર થિયેટરોમાં જલસો…
હવે જોવાની વાત એ છે કે શું ઐશ્વર્યા અભિષેકને બર્થડે વિશ કરીને બંનેના રિલેશનશિપને લઈને ફેન્સને કોઈ ક્લેરિટી આપે છે કે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષની શરૂઆતમાં અભિષેક અને ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે ન્યુયર સેલિબ્રેટ કરીને પાછા ફર્યા હતા. ફેન્સ ત્રણેયને સાથે જોઈને ખુશ થઈ ગયા હતા.