આમચી મુંબઈ

પાણીદાર મુંબઈઃ પાણી પુરવઠા પ્રોજેક્ટ માટે જંગી નાણાની ફાળવણી, પણ પાણીનો વેડફાટ રોકે તો સારું…

મુંબઈગરાની પાણીની માગને પહોંચી વળવા માટે શુદ્ધ પાણીપુરવઠો કરવા માટે પાલિકાએ જુદાં જુદાં કામ હાથમાં લીધા છે, જેમાં ૩,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચીને ગાર્ગઈ બંધ પ્રોજેક્ટ ઊભો કરવાની છે. તેમાંથી મુંબઈને દરરોજ ૪૪૦ મિલ્યન લિટર પાણી મળશે. આ પ્રોજેક્ટને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરીમળી ગઈ છે. અમુક મંજૂરીઓ અંતિમ તબકકામાં છે. ત્યારબાદ કામ ચાલુ થશે. આ વર્ષના બજેટમાં ૩૬.૫૧ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Also read : BMC નું જમ્બો બજેટઃ જાણો શહેર માટે શું શું સપના દેખાડ્યા છે બજેટમાં…

તેમ જ ઘાટકોપર-અમર મહેલથી ટ્રૉમ્બે વોટર ટનલ, હેગડેવાર ઉદ્યાનથી પ્રતીક્ષા નગર સહિત વિહાર તળાવ છલકાઈ ગયા બાદ વહી જતા પાણીને ભાંડુપ કૉમ્પલેક્સના ફિલ્ટરેશન પ્લાન્ટમાં લાવવાનું અને તે પાણીનો ઉપયોગ કરવા સહિત તે માટે પમ્પિંગ સ્ટેશન ઊભું કરવું જેવા કામ કરવામાં આવવાના છે. ભાંડુપ કૉમ્પ્લેક્સમાં ૨,૦૦૦ મિલ્યન લિટર ક્ષમતાનો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તે માટે બજેટમાં ૪૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગુંદવલી, યેવઈ, ઘાટકોપરમાં પણ વોટર ટનલ બનાવવામાં આવવાની છે. તે માટે અનુક્રમે ૩૫૦ કરોડ રૂપિયા, ૬૦૦ કરોડ રૂપિયા અને ૫૪૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button