આપણું ગુજરાત

GST ની આવકથી ગુજરાત સરકારને બખ્ખાં: જાન્યુઆરીમાં કલેક્શન 17 ટકા વધ્યું…

અમદાવાદઃ ગુજરાત સરકારની GST આવકમાં જાન્યુઆરી 2025માં મોટો વધારો નોંધાયો છે. જાન્યુઆરી 2025માં રાજ્યની GST આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો હતો. રાજ્યના કર વિભાગને GST દ્વારા 6,873 કરોડ રૂપિયાની મોટી આવક થયો હતો. રાજ્યને જાન્યુઆરી 2025માં વેટ હેઠળ રૂપિયા 2,856 કરોડની આવક અને વિદ્યુત શુલ્ક હેઠળ 2,998 કરોડ રૂપિયાની આવક નોંધાઈ હતી. જ્યારે વ્યવસાય વેરા હેઠળ સરકારને રૂપિયા 21 કરોડની આવક થઈ હતી.

Also read : પાણીનું સ્તર માપવા ગયા ને પાણીમાં ગરકાવ થયા પણ 16 કલાક બાદ થયો આબાદ બચાવ…

GSTની આવકમાં 19 ટકાનો વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટીની આવકમાં મોટો વધારો નોંધાયો હતો. ત્રીજા કવાર્ટરમાં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19 ટકાનો વધારો નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીએસટી હેઠળ 18,448 કરોડ રૂપિયાની આવક થઈ હતી. નવેમ્બરમાં જીએસટી કલેક્શન 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડ થયું હતું. નાણા મંત્રાલયના ડેટા અનુસાર એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા માટે કલેક્શન રૂ. 16.34 લાખ કરોડ હતી. તે જ સમયે ઓક્ટોબરમાં ગ્રોસ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડથી વધુ થઈ ગયું હતું. જે સ્થાનિક વેચાણમાં વધારાના કારણે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ કલેક્શન છે.

Also read : મહાકુંભને લઈ ગુજરાત સરકારે વધુ 5 વૉલ્વો બસ શરૂ કરી, આજે સાંજથી કરી શકાશે બુકિંગ…

GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા
નાણાકીય વર્ષ 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા છે. આ ડેટા એપ્રિલ 2024થી ડિસેમ્બર 2024 સુધીનો છે, નાણાકીય વર્ષ 2024-25 સમાપ્ત થવામાં હજુ ત્રણ મહિના બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2023-24માં સરકારને GST કલેક્શનમાંથી 20.14 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં GSTથી સરકારે 14.96 લાખ કરોડની આવક ઉભી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button