ભારતના આ ગામમાં માત્ર મહિલાઓ જ છે, આવું થવાનું કારણ પણ છે ચોંકાવનારું…
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? કદાચ અત્યાર સુધી તો તમારા મગજના ઘોડાઓએ પણ દોડવાનું પણ શરૂ કરી દીધું હશે કે ભાઈ આખરે આ કયું ગામ છે, ક્યાં આવેલું છે અને આખરે એવું તે શું કારણ છે કે આ ગામમાં માત્ર મહિલાઓ જ છે? થોડા ધીરા પડો ભાઈસાબ એ વિશે જ તો આપણે અહીં વાત કરવાના છીએ, બસ તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે.
સૌથી પહેલાં તો તમારી જાણ માટે અમે અહીં જે ગામની વાત કરીએ રહ્યા છીએ એ ભારતમાં જ આવેલું છે. ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને અહીં તમને અલગ અલગ અને સુંદર કહી શકાય એવા ગામ જોવા મળે છે.
પરંતુ ઝારખંડમાં આવેલા આ ગામની વાત જ એકદમ અનોખી છે. ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લાના ઘાટસિલા વિસ્તારમાં આવેલા રામચંદ્ર ગામમાં એક પણ પુરુષ નથી, એવો દાવો અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: Valentines day special: આ દિવસોને ખાસ બનાવવા મુલાકાત લો આ રોમાન્ટિ હીલ સ્ટેશનની…
મળી રહેલી માહિતી અનુસાર અનુસાર આ ગામમાં એક માત્ર રહેલાં 40 વર્ષના પુરુષનું પણ નિધન થઈ ગયું છે અને એના અંતિમ સંસ્કાર પણ ગામમાં રહેલી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ પુરુષનું નામ જુઆ સાબર હતું અને એમની અંતિમ યાત્રામાં માત્ર મહિલાઓએ જ ભાગ લીધો હતો. ત્યાં સુધી તે જુઆ સાબરને તેમની દીકરીઓએ જ કાંધ આપી હતી.
વાત કરીએ આ ગામની તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ ગામમાં માત્ર 28 પરિવાર રહે છે અને ગામની વસતી 80 જણની છે. આ બધા જ સાબર સમુદાયના લોકો છે. હવે તો ગામમાં માત્ર મહિલાઓ જ બાકી રહી છે. આ જ બાબત આ ગામને ભારતના બીજા ગામોથી અલગ પાડે છે.
આ ગામમાં પુરુષોની વસતી નથી એ માટે કોઈ શાપ કે બીજું કારણ જવાબદાર છે એવું તમે વિચારી રહ્યા હોવ તો એવું નથી. મળતી માહિતી અનુસાર આ તો નોકરી-ધંધાને કારણે અહીંના પુરુષો વિસ્થાપિતોની જેમ જીવે છે અને તેઓ ઘરથી દૂર રહે છે. અહીંના મોટાભાગના પુરુષો મજૂરીના કામ માટે પરિવાર અને ઘરથી દૂર કેરળ અને તમિળનાડુમાં રહે છે. તેઓ ભાગ્યે જ પોતાના ઘરે પાછા આવે છે, જેને કારણે આ ગામમાં માત્ર મહિલાઓ જ બાકી રહી ગઈ છે.