નેશનલ

આજથી બદલાઈ ગયા છે બેંકિંગના આ નિયમો, RBIએ બહાર પાડી નવી ગાઈડલાઈન…

આજે પહેલી ફેબ્રુઆરીના દિવસે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે બજેટ રજૂ કર્યું અને આ સિવાય આજે જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમો અનુસાર એસબીઆઈ (SBI), પીએનબી (PNB) અને કેનેરા બેંક (Canara Bank) જેવી મહત્ત્વના બેંકોના એકાઉન્ટ હોલ્ડર્સને કેટલાક નવા ફેરફારોનો સામનો કરવો પડશે.

આ ફેરફાર કરવાનો ઉદ્દેશ બેંકિંગ સર્વિસને વધારે સુરક્ષિત, પારદર્શક અને કસ્ટમર ફ્રેન્ડલી બનાવવાનો છે. આવો જોઈએ કયા છે આ બદલાવો અને એની તમારા પર શું-શું અસર જોવા મળશે એની…

મિનિમમ બેલેન્સ પોલિસીમાં ફેરફાર

પહેલી ફેબ્રુઆરીથી બેંકોની મિનિમમ બેલેન્સ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલી ફેબ્રુઆરીથી એસબીઆઈના ખાતાધારકો માટે મિનિમમ બેલેન્સ 3000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા, પીએનબી માટે આ મર્યાદા 1000 રૂપિયાથી વધારીને 3500 રૂપિયા અને કેનેરા બેંકના ખાતાધારકો માટે આ મપ્યાદા 1000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવી છે. અહીંયા તમારી જાણ માટે જો તમે તમારા એકાઉન્ટ મિનમમ બેલેન્સ મેઈન્ટેન નહીં કરો તો તમને પેનલ્ટી ભરવી પડશે.

આપણ વાંચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી

એટીએમ વિડ્રોલ ફીમાં વૃદ્ધિ

એટીએમમાંથી પૈસા ઉપાડવાની ફીમાં પણ વધારો કરવામાં આવશે. હવે 3 નિઃશુલ્ક ટ્રાન્ઝેક્શન બાદ દરેક ટ્રાન્ઝેક્શન માટે 25 રૂપિયાની ફી આપવી પડશે. પહેલાં આ ફી 20 રૂપિયા દેટલી હતી. જો તમે તમારી હોમ બેંક કે કોઈ બીજી બેંકના એટીએમથી પૈસા ઉપાડો છો તો આ ફી 30 રૂપિયા હશે. આ સિવાય એક દિવસમાં તમે વધુમાં વધુ 50,000 રૂપિયા જ ઉપાડી શકશો. આ ફેરફાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યા છે.

વ્યાજદરમાં પણ પરિવર્તન

બેંક તમને રોકાણ પણ હવે વધારે સારું વ્યાજ આપવા માટે તૈયાર છે. એસબીઆઈ, પીએનબી અને અન્ય બેંકોમાં સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજદર 3 ટકાથી વધારીને પાંચ ટકા કરવામાં આવ્યું છે. સિનિયર સિટિઝનને આની ઉપરાંત 0.5 ટકા વધારે વ્યાજ ચૂકવવામાં આવશે. આને કારણે ખાતાધારકો વધુને વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે અને બચત કરશે.

આપણ વાંચો: બેંક એકાઉન્ટ ખોલાવવા જાવ છો, RBIનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ડિજિટલ બેંકિંગ સર્વિસનો વિસ્તાર

બેંકિંગની દુનિયા વધારે ડિજિટલ થવા જઈ રહી છે. ઓનલાઈન અને મોબાઈલ બેંકિની સુવિધાઓમાં પણ સુધારો જોવા મળશે. બેંકિંગમાં નવી સુવિધાઓ જોડવામાં આવશે, જેને કારણે ગ્રાહકો વધારે સુરક્ષિત અને ઝડપથી લેવડ-દેવડ કરી શકે છે. ડિજિટલ પેમેન્ટ કરવાથી એડિશનલ કેશબેકનો લાભ પણ મળી શકે છે.

ગ્રાહકોને શું ફાયદો થશે…

પહેલી ફેબ્રુઆરીથી લાગુ થનારા આ નવા નિયમ હેઠળ ગ્રહકોને પોતાની બેંકિંગ હેબિટ્સમાં સુધારો કરવો પડશે. જો તમે તમારા બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નથી મેઈન્ટેન કરતાં કે પછી એટીએમમાંથી વારંવાર પૈસા ઉપાડો છો તો તમને વધારાના પૈસા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. આ સાથે જ ગ્રાહકો દ્વારા આપવામાં આવતા વ્યાજદાર અને ડિજિટલ બેંકિંગની સુવિધાનો લાભ પણ ઉઠાવી શકશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button