નિર્મલા સિતારમનની આજની સાડી તેમને કોણે ભેટમાં આપી છે, જાણો છો?
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન બજેટના દિવસે જે સાડી પહેરે તે પણ સમાચારોમાં ચમકે છે. આજે સિતારામન સંસદભવન આવી ચૂક્યા છે અને તેમની સાડીનો રંગ અને વિશેષતાઓ ચમકી રહી છે ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે આ સાડી નિર્મલા સિતારામનને ભેટમાં મળી છે અને ભેટ આપનાર પણ એક મહિલા જ છે.
Alao read:‘રાહુલ ગાંધી પોતાની પાર્ટીના ‘ફ્લેગ’ને નથી બચાવી શકતા એ દેશ શું ચલાવશે’ ? નિર્મલા સિતારમન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતા પહેલા નાણા મંત્રાલય પહોંચ્યા તો તેમની સ્ટાઈલ અલગ દેખાઈ. ઓફ વ્હાઈટ સાડી, લાલ બ્લાઉસ અને સાથે શિયાળાને ધ્યાનમાં રાખી તેમણે શૉલ પણ કેરી કરી હતી. તેમણે આજે મિથિલા આર્ટની સાડી પહેરી હતી. આ સાડી તેમને કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પણ બિહારની પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી. દર વર્ષે બજેટના દિવસે તેમનો પોષાક અલગ રહ્યો છે. બજેટના દિવસે તેની સાડીઓ ઘણી ચર્ચામાં રહી છે.
દુલારી દેવીએ બિહારની મધુબની કલાને જીવંત રાખવા અને તેનું જતન કરવા અથાહ પ્રયત્નો કર્યા છે. તેમનાં આ યોગદાનને 2021માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યું છે. જ્યારે નાણામંત્રી મિથિલા કલા સંસ્થાનમાં ક્રેડિટ આઉટરીચ પ્રવૃત્તિ માટે મધુબની ગયા ત્યારે તેઓ દુલારી દેવીને મળ્યા હતા અને તે સમયે દુલારી દેવીએ નાણામંત્રીને સાડી ભેટમાં આપી હતી. કોઈપણ નાણા પ્રધાનના જીવનમાં સૌથી ખાસ દિવસ કેન્દ્રીય બજેટ હોય ત્યારે આ ખાસ દિવસે એક ખાસ વ્યક્તિની ભેટ તરીકે મળેલી સાડી પહેરવાનું નાણા પ્રધાને પસંદ કર્યું છે. સાડીમાં પહોળી ગોલ્ડન બોર્ડર છેઅને તેમાં માછલીઓના ચિત્રણ કરવામાં આવ્યા છે. ભારતનો કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં તેના ફેબ્રિક સાથે અલગ અલગ સુંદર કલાકારીને લીધે પણ પ્રસિદ્ધ છે, જે દુલારીદેવી જેવા કારીગરોને આભારી છે.