અંતરિક્ષમાં ફસાયેલા Sunita Williams ભૂલી ગયા છે આ જરૂરી કામ, ખુદ કહી આ વાત… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

અંતરિક્ષમાં ફસાયેલા Sunita Williams ભૂલી ગયા છે આ જરૂરી કામ, ખુદ કહી આ વાત…

હેડિંગ વાંચીને કદાચ તમે પણ ચોંકી ઉઠ્યા હશો, પરંતુ હકીકત છે અને ખુદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams)એ વાતનો ખુલાસો કર્યો છે. આવો જોઈએ તેમણે શું કહ્યું છે અને કયા જરૂરી કામ તેઓ ભૂલી ગયા છે એ-

વાત જાણે એમ છે કે સુનિયા વિલિયમ્સ છેલ્લાં 237 દિવસથી અવકાશમાં ફસાઈ ગયા છે અને તેઓ પૃથ્વી પર પાછા ફરે એ પહેલાં કઈ રીતે ચાલી શકાય એ યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે એક હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે વીડિયો કોલના માધ્યમથી વાત કરી હતી. અને આ સમયે તેમણે જણાવ્યું હતું કે હું યાદ કરવાનો પ્રયાસ કરી રહી છું કે કઈ રીતે ચાલવું જોઈએ અને ચાલવાથી કેવું લાગે છે.

આપણ વાંચો: ભારતની વીરાંગનાઓ : અંતરિક્ષયાનની પ્રથમ મહિલા પાઇલટ: સુનિતા વિલિયમ્સ

અહીંયા તમારી જાણ માટે કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમા ફસાયેલાં છે. તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે આટલો લાંબા સમય સુધી સુધી સ્પેસમાં રહેવાની આશા નહોતી. 59 વર્ષીય સુનિતા વિલિયમ્સ ઉઠવા, બેસવા, લેટવાનું અને ચાલવાનું ભૂલી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે ન તો હું આડી પડી છું, બેઠી છું કે ન તો ચાલી છું.

આગળ તેમણે એવું પણ કહ્યું હતું કે કે હું આટલા લાંબા સમયથી સ્પેસમાં છું કે હવે મને યાદ નથી કઈ રીતે ચલાય છે, અહીંયા એની જરૂર જ નથી રહેતી. સુનિતાના જણાવ્યા અનુસાર અહીંયા બસ તમે તમારી આંખો બંધ કરીને જ્યાં છો ત્યાં જ હવામાં તરી શકો છો. સુનિતા સામે 61 વર્ષીય નાસા અંતરિક્ષ યાત્રી બુચ વિલમોર પણ આ સ્ટેશન પર ફસાયેલા છે.

આપણ વાંચો: સુનિતા વિલિયમ્સે અવકાશમાં 16મી વખત નવું વર્ષ ઉજવ્યું… ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને તસવીરો બહાર પાડી

તેમણે કહ્યું હતું કે અમને લાગ્યું હતું કે અમે અહીં એક જ મહિનો રોકાશે, પણ આ રોકાણ થોડું વધારે જ લાંબુ થઈ ગયું.
અત્રે ઉલ્લેખનીય છે કે જુન, 2024માં વિલિયમ્સ અને વિલમોર આઈએસએસ પહોંચ્યા હતા, પરંતુ તેમના અવકાશયાનમાં ખરાબી સર્જાઈ અને તેમને પાછા લાવવાનું મુશ્કેલ થઈ ગયું હતું.

હવે નાસાએ કહ્યું છે કે માર્ચ, 2025ના અંત સુધીમાં નવું અવકાશયાન તૈયાર થઈ જશે ત્યાર બાદ તેમને ધરતી પર પાછા લાવવાનું શક્ય બનશે.

સંબંધિત લેખો

Back to top button