જાતિ પ્રમાણપત્ર નહીં મળ્યુંઃ દીકરી નોકરી ગુમાવવાના ડરને કારણે પિતાએ ભર્યું અંતિમ પગલું

મુંબઈઃ ગુજરાતના મહીસાગર (MAHISAGAR) જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કડાણા તાલુકાના રણકપુર ગામમાં રહેતા ઉદાભાઈ ડામોરની દીકરી દ્રુવિશાને વાવના થરાદમાં આવેલ પોસ્ટ ઓફિસમાં ST જાતિના આધારે નોકરી મળી હતી, જે અંતર્ગત તેણે સબમિટ કરેલું સર્ટિફિકેટ ગુજરાતી ભાષામાં હતું અને તેણે 10 દિવસમાં અંગ્રેજી ભાષામાં આ સર્ટિફિકેટ સબમિટ કરવાનું હતું. આ માટે ઉદાભાઈને સરકારી કચેરીઓના એટલા બધા ધક્કા ખાવા પડ્યા કે તેને કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં જન્મ પ્રમાણપત્રમાં સુધારા માટે પરિપત્ર જાહેર કરાયો, બે નામમાં વચ્ચે ‘ઉર્ફે’ શબ્દ માન્ય
દ્રુવિશાના પિતા ઉદાભાઈ ડામોર કડાણા ગામે આવેલી મામલતદાર કચેરીમાં સતત ધક્કા ખાઈ રહ્યા હતા ત્યારે કચેરીના નાયબ મામલતદાર સુરેશ સંગ્રા અને મુખ્ય મામલતદાર હર્ષદભાઈ પરમારે તેની પાસે પુરાવા માંગ્યા હતા. મળતી માહિતી મુજબ ઉદાભાઈ ડામોરે પુરાવા આપ્યા પછી પણ તેમની પાસેથી વધુ પુરાવા આપવા માટે માગણી કરવામાં આવી હતી.
દ્રુવિશાના પિતા આ કારણોસર ખૂબ કંટાળી ગયા હતા. તે જાણતા હતા કે પ્રમાણપત્ર નહીં મળે તો તેની દીકરીને નોકરી ગુમાવવી પડશે. આવુ વિચારી ના છૂટકે તેઓ રોજ સરકારી કચેરીના ધક્કા ખાતા હતા, પરંતુ મામલતદાર કચેરીમાં અનેક પ્રયાસો કરવા છતાં અંગ્રેજી ભાષામાં જાતિનું પ્રમાણપત્ર નહોતું મળ્યું.
આ પણ વાંચો: W.bengalમાં 2010 પછી જારી કરાયેલા તમામ OBC પ્રમાણપત્રો રદ્, કલકત્તા હાઈકોર્ટના આદેશના મહત્વના મુદ્દા જાણો
પિતાએ કંટાળી નજીક ખેતરમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો અને આપઘાત કરતા પહેલા પિતાએ એક સ્યૂસાઈડ નોટ લખી હતી, જેમાં મામલતદાર અને નાયબ મામલતદારનો ઉલ્લેખ કર્યો હતો.