ટોપ ન્યૂઝનેશનલ

Budget FY 2025-26: મોદી સરકાર મધ્યમ વર્ગને આપશે રાહત! આ વસ્તુઓ થઇ શકે છે સસ્તી…

નવી દિલ્હી: 1 ફેબ્રુઆરી, 2025 ના દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ રજૂ (Budget FY 2025-26) કરશે, સતત વધી રહેલી મોંઘવારીના ભાર નીચે પીસાઈ રહેલો મધ્યમ વર્ગને આ બજેટમાં રાહત મળે તેવી આશા રાખીને બેઠો છે. એવી આશા છે કે મોદી સરકાર બજેટમાં મોંઘવારી ઘટાડવા અને રોજગારની તકો વધારવા માટે મોટી જાહેરાતો કરી શકે છે.

Also read : ટ્રમ્પે વડા પ્રધાન મોદીને આપ્યું આમંત્રણ; ભારતના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અંગે કહી આ વાત…

પેટ્રોલ અને ડીઝલ:

સામાન્ય માણસની આવકનો ઘણો મોટો ભાગ વાહનોમાં વાપરતા પેટ્રોલ-ડિઝલ પર ખર્ચ થતો હોય છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને આશા છે કે સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા તરફ પગલા ભરે. ગયા બજેટમાં, સરકારે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સુધારવા માટે 1.19 ટ્રિલિયન રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. જોકે, સરકારે પેટ્રોલિયમ સબસિડી ઘટાડી દીધી હતી.

આ વખતે ઓઈલ ઇન્ડસ્ટ્રીને આશા છે કે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થશે. જો આવું થાય, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે અને તેનાથી ટ્રાન્સપોર્ટેશાન અને લોજિસ્ટિક્સનો ખર્ચ પણ ઘટશે. જો આવું થશે, તો સામાન્ય માણસની રોજિંદી વસ્તુઓ પણ સસ્તી થશે.

મોબાઇલના પાર્ટ્સ:

ડિજીટલ ઇન્ડિયાના ગોલ સાથે કેટલાક વર્ષોમાં મોદી સરકાર ઇલેક્ટ્રોનિક ઉત્પાદન પર વધુ ધ્યાન આપી રહી છે. ગયા વર્ષે આ માટે 15,000 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. હાલ સરકાર ભારતમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર વધુ ધ્યાન આપી રહી છે.

સરકાર મોબાઇલફોનના ઉત્પાદન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આં બજેટમાં આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવે તો મોબાઇલ અને તેના પાર્ટ્સના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

ખેડૂતોને મળશે રાહત:

બજેટમાં કિસાન સન્માન નિધિની રકમમાં વધારો અથવા કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદામાં વધારો થવાની શક્યતા છે. નાણા પ્રધાન કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે ફાળવણીમાં લગભગ 15% વધારો કરી શકે છે. કૃષિ ક્ષેત્ર માટે ફાળવણી વધારીને રૂ. 1.75 લાખ કરોડ કરી શકાય છે. આ ગયા નાણાકીય વર્ષમાં આ રકમ રૂ. 1.52 લાખ કરોડ હતી.

કપડા સસ્તા થશે:

ગાર્મેન્ટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, મોદી સરકાર ટેરિફ ઘટાડી શકે છે. આનાથી કપડાંના ભાવ પણ ઘટશે.

Also read : India-China Relations: ભારતીયો માટે ખુશખબર, ફરી શરૂ થશે કૈલાશ માનસરોવરની યાત્રા

રેલવે મુસાફરોની સલામતી વધશે:

સરકારનું રેલ્વેના આધુનિકીકરણ માટે સતત પ્રયત્નો કરી રહી છે. આ ઉપરાંત, સરકાર મુસાફરોની સુરક્ષા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બજેટમાં સરકાર રોડ ટ્રાન્સપોર્ટ કરતાં રેલવેના આધુનિકીકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને તેનાથી લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને ઘણો ફાયદો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button