ડિવોર્સની અફવા વચ્ચે પબ્લિકમાં Aishwaryanaના વાળ સરખા કરતો દેખાયો Abhishek Bachchan?
બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ પરિવારમાંથી એક એવો બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક કારણોસર ચર્ચામાં રહે છે. પરિવારના કુળદિપક અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Ray-Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી બધું બરાબર નથી ચાલી રહ્યું એવા રિપોર્ટ આવી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા અને અભિષેકનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જાહેરમાં અભિષેક બચ્ચન ઐશ્વર્યાના વાળ સંવારતો જોવા મળી રહ્યો છે. ફેન્સના દિલ તો આ વીડિયો જોઈને એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આ વીડિયોમાં જોવા મળે છે કે ઐશ્વર્યા અને અભિષેક બંને પેપ્ઝને પોઝ આપતા જોવા મળી રહ્યા છે, પરંતુ અચાનક અભિષેકનું ધ્યાન ઐશ્વર્યાના વાળ પર પડે છે અને તે તેના વાળ સરખા કરવા લાગે છે. દરમિયાન બંને જણ એકબીજાને જોઈને હસે છે. બંનેનો આ સુંદર બોન્ડ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Also read: લો મળી ગયો પુરાવો! ઐશ્વર્યા રાય પતિથી અલગ નથી થઇ
આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ વીડિયોને શેર પણ કરી રહ્યા છે. વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને ફેન્સ બંને પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે બંનેની જોડી ખૂબ જ કમાલની લાગી રહી છે. બીજા એક યુઝરે લખ્યું છે કે ભાઈ કપલ હોય તો આવું. ત્રીજા એક યુઝરે લખ્યું છે બંને જણ હંમેશાથી સાથે પરફેક્ટ લાગી રહ્યા હતા, પરંતુ ખબર નહીં આજકાન બંનેને શું થઈ ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના ડિવોર્સની વાતો સોશિયલ મીડિયા અને સમાચારમાં જોરશોરથી થઈ રહી છે. પરંતુ કપલે હજી સુધી ઓફિશિયલી આ વિશે કંઈ પણ કહ્યું નથી. અંબાણી પરિવારના લગ્નમાં બંને જણે અલગ અલગ એન્ટ્રી લેતા આ અફવાઓને વધારે હવા મળી હતી. આ બાદમાં મહિનાની શરૂઆતમાં જ જ્યારે ઐશ્વર્યા અને અભિષેક દીકરી આરાધ્યા સાથે ન્યુયર સેલિબ્રેટ કરીને સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા એટલે ફેન્સે રાહતનો શ્વાસ લીધો કે આખરે બંને વચ્ચે વધુ બરાબર છે અને બંને જણ ડિવોર્સ નથી લઈ રહ્યા.