મનોરંજન

Abhishek Bachchanએ દીકરી આરાધ્યા બચ્ચનના ખભે નાખી મોટી જવાબદારી, નિભાવી શકશે કે પછી…

બચ્ચન પરિવાર (Bachchan Family)ની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી પાવરફુલ અને પ્રેસ્ટિજીયસ ફેમિલીમાં કરવામાં આવે છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ની પરંપરાને દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) આગળ વધારી રહ્યો છે, પણ શું પરિવારની પરંપરા અને વારસાને આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) આગળ વધારી શકશે કે કેમ? આ બાબતે અભિષેક બચ્ચને પ્રતિક્રિયા આપી છે ચાલો જોઈએ શું કહ્યું અભિષેકે-

આ પણ વાંચો: બચ્ચન પરિવારમાં વિવાદ વચ્ચે Amitabh Bachchanએ ભર્યું મોટું પગલું, હવે…

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે પડેલા ભંગાણ બાદ દુબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાના નામમાંથી બચ્ચન સરનેમ હટાવી દીધી હતી, ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે શું આરાધ્યા પોતાના પિતાની સરનેમ બચ્ચનને આગળ વધારશે કે કેમ? બચ્ચન પરિવારના વારસાને આગળ વધારવો એ એક જવાબદારીનું કામ છે અને અભિષેકે આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે.

આ પણ વાંચો: અભિષેક બચ્ચને યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગમાં ખરીદી ટીમ

અભિષેક બચ્ચને પણ અનેક વખત કહ્યું છે કે મને મારી સરનેમ પર ગર્વ છે અને આજે હું જે પણ કંઈ છું એ મારા પરિવારની બદૌલત જ છું. અમિતાભ બચ્ચન અને અભિષેક બાદ બચ્ચન પરિવારના નામને રોશન કરવાની અને આગળ લઈ જવાની જવાબદારી આરાધ્યાને માથે છે. આવી પરિસ્થિતિમાં આરાધ્યાના નાનકડા, નાજુક ખભા પર પરિવારના નામને આગળ લઈ જવાની મોટી જવાબદારી આવી પડી છે એવું કહીએ તો એમાં કંઈ ખોટું નહીં ગણાય.

Why did Abhishek Bachchan say I never understood this it annoys me…

અભિષેક બચ્ચને પણ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દીકરી આરાધ્યા બચ્ચન પરિવારનું નામ આગળ લઈ જશે અને તે પરિવારનું નામ રોશન કરશે. એટલું જ નહીં પણ અભિષેકે એવું પણ જણાવ્યું હતું કે આરાધ્યા પરિવારના નામને આગળ લઈ જઈને તેનો આદર પણ કરશે. આરાધ્યાના વીડિયો કે ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રહે છે અને લોકો તેના ઉચ્છેર અને સંસ્કારોના વખાણ કર્યા હતા.

આ પણ વાંચો: ડિવોર્સની વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન વિશે આ શું કહ્યું Abhishek Bachchanએ?

આરાધ્યા હાલમાં 13- 14 વર્ષની છે અને તે પરિવારનું નામ આગળ લઈ જઈ રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર આરાધ્યાના એન્યુઅલ ડે કાર્યક્રમના વીડિયો વાઈરલ થયા હતા, જેમાં આરાધ્યાનું પરફોર્મન્સ જોઈને નેટિઝન્સ ખુશ થઈ ગયા હતા અને તેના ભરપૂર વખાણ કર્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ તો એવી કમેન્ટ પણ કરી હતી કે મોરના ઈંડાને ચિતરવા ના પડે.

Away from Abhishek Bachchan, Aishwarya Rai-Bachchan and Aaradhya's...

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન અલગ અલગ રહે છે અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે એવા અહેવાલો પણ સામે આવતા રહે છે. પરંતુ હજી સુધી આ બાબતે બંનેમાંથી કોઈએ કંઈ પણ ટિપ્પણી નથી કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button