સ્પોર્ટસ

ઈન્ડિયન ટીમમાં ફેરફારને લઇને અક્ષર પટેલે આપ્યું મોટું નિવેદનઃ મારે કાંઇ સાબિત કરવાની જરૂર નથી

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ અનુભવી રવિન્દ્ર જાડેજાનું સ્થાન લેવાનો મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. અક્ષર પટેલ ભારતીય ટેસ્ટ ટીમમાં થનારા મોટા ફેરફારોની સંભાવનાઓથી અજાણ નથી, પરંતુ તેણે આ મામલે કાંઇ સાબિત કરવાની જરૂર નથી. અક્ષર પટેલ 31 વર્ષનો થયો હતો અને તેના સિનિયર સાથી જેટલી જ કુશળતા હોવા છતાં તે છેલ્લા દાયકાથી જાડેજાની ગેરહાજરીમાં જ ટીમમાં સ્થાન મેળવી શક્યો છે.

અક્ષરે પોતાના 11 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ત્રણેય ફોર્મેટમાં 184 વિકેટ ઝડપી છે, જેમાંથી 55 વિકેટ 14 ટેસ્ટમાં ઝડપી છે. આ 14 ટેસ્ટમાંથી બે બાંગ્લાદેશમાં રમી હતી જ્યારે જાડેજા અનફિટ હતો.

આ પણ વાંચો: મોહમ્મદ શમીનો 14 મહિનાનો વનવાસ પૂરોઃ સૂર્યા કૅપ્ટન, અક્ષર વાઇસ-કૅપ્ટન…

ભારતીય ક્રિકેટમાં થયેલા ફેરફારો વિશે પૂછવામાં આવતા ભારતની ટી-20 ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલે કહ્યું હતું કે “ચોક્કસ, પરિવર્તનનો યુગ આવવાનો છે. પણ અંતે તો એ પસંદગીકારો અને કેપ્ટનનો નિર્ણય છે. મારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી.

તેણે કહ્યું હતું કે “મારું કામ મને સોંપાયેલ ભૂમિકા નિભાવવાનું અને સતત મારી જાતને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જો હું સારું પ્રદર્શન કરીશ તો ટીમમાં મારું સ્થાન આપમેળે સુરક્ષિત થઈ જશે. તે માને છે કે તે એક ઓલ-ફોર્મેટ ખેલાડી છે. હું મારી જાતને કહેતો રહું છું કે હું મેં ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છું, જ્યારે પણ મને તક મળે ત્યારે મારું ધ્યાન ફક્ત સારું પ્રદર્શન કરવા પર હોય છે. મારું માનવું છે કે મને કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી, ભલે હું પસંદ થયો હોઉં કે ન હોઉં.

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસ ઇંગ્લેન્ડની ટીમે સુવર્ણ અક્ષરે નામ નોંધાવ્યું, આ ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો

તેણે કહ્યું હતું કે, “હું એવું વિચારીને દબાણ લેતો નથી કે હું ટીમમાં સ્થાન મેળવવાને લાયક છું. ટીમમાં મારું સ્થાન છે કે નહીં તે હંમેશા ટીમ કોમ્બિનેશનનો મામલો હોય છે. “બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટીમમાં પસંદગી ન થવાથી તે નિરાશ નહોતો થયો, પરંતુ તેણે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેમાં તેણે બધી મેચ રમી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button