આમચી મુંબઈ

ટાટા મુંબઈ મૅરથનને મળ્યા નવા વિદેશી ચૅમ્પિયનોઃ જાણો, ગુજરાતની મહિલા સહિત કોણે-કોણે બાજી મારી?

મુંબઈઃ ટાટા મુંબઈ મૅરથન (ટીએમએમ)ને પુરુષ અને મહિલા, બન્ને વર્ગમાં નવા ચૅમ્પિયન મળ્યા છે. ટીએમએમનું આ 20મું વર્ષ છે અને એમાં આજે 42.195 કિલોમીટરની મુખ્ય દોડ (ફુલ મૅરથન)માં પુરુષ વર્ગનું ટાઇટલ પૂર્વ આફ્રિકાના એરીટ્રીયા નામના સાવ અજાણ્યા અને ટચૂકડા દેશના રનર બેર્હાન ટેસ્ફૅએ જીતી લીધું હતું. મહિલાઓની ફુલ મૅરથન કેન્યાની જૉય્સ ચેપ્કેમોઇ ટેલે જીતી લીધી હતી.

આ પણ વાંચો : સૈફનો હુમલાખોર બાંગ્લાદેશી? આ ઈરાદે ઘુસ્યો હતો ઘરમાં…

https://twitter.com/TataMumMarathon/status/1880857960207048856

હજારો મુંબઈકર એશિયાની નંબર-વન તેમ જ વિશ્વની આ પ્રતિષ્ઠિત મૅરથોનમાં દોડ્યા હતા અને હજારો લોકોએ શહેરના વિવિધ માર્ગો પરથી તેમ જ ઇમારતોમાંથી એ પ્રત્યક્ષ નિહાળી હતી. ભારતીયોમાં અનિશ થાપા પુરુષોમાં અને ગુજરાતની નિરમાબેન ઠાકોરે મહિલાઓની રનર્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નિરમાબેન 2024માં પણ જીતી હોવાથી તેણે ભારતીય મહિલાઓમાં પ્રથમ સ્થાન ડિફેન્ડ કર્યું છે.

સોનિકા પરમાર બીજા નંબરે અને સોનમ ત્રીજા નંબરે રહી હતી.

મેન્સ કૅટેગરીના વિજેતાને 50,000 ડૉલર (અંદાજે 44 લાખ રૂપિયા) અને વિમેન્સ કૅટેગરીની વિજેતાને 50,000 ડૉલર (44 લાખ રૂપિયા)નું પ્રથમ મળ્યું હતું. બીજા નંબરે આવનાર વિજેતાને 25,000 ડૉલર અને ત્રીજા નંબરના વિજેતાને 15,000 ડૉલરનું ઇનામ મળ્યું હતું.

પુરુષોના ચૅમ્પિયન ટેસ્ફૅએ 42.195 કિલોમીટરનું અંતર બે કલાક, 11 મિનિટ, 44 સેકન્ડના સૌથી ઓછા સમયમાં પૂરું કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. તેનું આ પહેલું જ ફુલ મૅરથન ટાઇટલ છે.

https://twitter.com/TataMumMarathon/status/1880857807517577678

ટાટા મુંબઈ મૅરથન વર્લ્ડ ઍથ્લેટિક્સ ગોલ્ડ લૅબલ રોડ રેસ તરીકે ઓળખાય છે.
નવાઈની વાત એ છે કે એરીટ્રીયા દેશનો જ દોડવીર મેર્હાવી કેસેટે (2ઃ11ઃ50) બીજા નંબરે આવ્યો હતો, જ્યારે ઇથોપિયાનો ટેસ્ફાયે ડેમેકે (2ઃ11ઃ56) ત્રીજા સ્થાને રહ્યો હતો.

મહિલાઓની ફુલ મૅરથન જીતનાર કેન્યાની જૉય્સ ટેલેએ 42.195 કિલોમીટરનું અંતર બે કલાક, 24 મિનિટ, 56 સેકન્ડના બેસ્ટ ટાઇમિંગ સાથે જીતી લીધું હતું. બાહરિનની શિટાયે એશેટ (2ઃ25ઃ29) બીજા નંબરે અને ઇથોપિયાની મેડિના ડેમે આર્મિનો (2ઃ27ઃ58) ત્રીજા નંબરે આવી હતી.

આ પણ વાંચો : Bullet Train : મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં 340 કિલોમીટરનું કામ પ્રગતિના પંથે…

https://twitter.com/TataMumMarathon/status/1880858838972486122

પાટણ તાલુકાના હાજીપુરની નિરમાબેન ઠાકોરે 42.195 કિલોમીટરનું અંતર બે કલાક, 50 મિનિટ, છ સેકન્ડમાં પૂરું કર્યું હતું. જોકે ગયા વર્ષે તેણે આ દોડ 2ઃ47ઃ11ના ટાઇમિંગ સાથે પૂરી કરી હોવાથી આ વખતે તેણે ત્રણ મિનિટ જેટલો વધુ સમય લીધો હતો. પુરુષોમાં ફુલ મૅરથનમાં પહેલા સ્થાને આવનાર અનિશ થાપાએ આ મુખ્ય રેસ 2ઃ17ઃ23ના ટાઇમિંગમાં પૂરી કરી હતી. માન સિંહ બીજા ક્રમે અને ગોપી થોનાકલ ત્રીજા ક્રમે આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button