Movie review Azad: લગાનની નકલ કરવા ગયા પણ અક્કલ વિના
(1 star out of 5. One pic)
આમિર ખાનને ચમકવતી અને ઑસ્કર સુધી પહોંચેલી લગાન ફિલ્મ જોવી ભલે ગમે પણ બનાવનારને જ ખબર હોય કે કેટલી મહેનત લાગે. પિરિયોડિકલ ફિલ્મ અને એ પણ ગાંવ-દેહાતી પાશ્વર્ભૂમિમાં બનાવવી ખૂબ જ અઘરી છે અને અઘરું કામ અભિષેક કપૂર કરવા તો ગયા પણ નકલ માટે પણ અક્કલ જોઈએ એ ભૂલી ગયા કે શું, કે ફિલ્મ માથાનો દુખાવો બની ગઈ.
ઘોડાના નામ પરથી ટાઈટલ રાખવામાં આવેલી આ ફિલ્મ આમ તો બે બોલીવૂડ ફેમિલીના નિવોદીતોને લૉંચ કરવા બની છે, પણ લાગે છે કે ફિલ્મમાં માત્ર ઘોડો લૉંચ થયો છે. ચાલો જાણીએ કેવી છે ફિલ્મ.
આપણ વાંચો: અમનની બાહોંમાં રાશા, ‘આઝાદ’નું રોમાન્ટિક પોસ્ટર થયું રિલીઝ
શું છે ફિલ્મની વાર્તા
ફિલ્મ છે 1920ની અને મધ્ય ભારતના બિહડ વિસ્તારની. ગામનો જમીનદાર છે તે અંગ્રેજ અમલદારનો ચમચો છે, જે ગામના લોકોને જબરજસ્તી દક્ષિણ આફ્રિકા મજૂરી માટે મોકલે છે.
પોતાની દીકરીને અંગ્રેજી લાઈફસ્ટાઈલ શિખવાડે છે એટલે કોઈ ઓછી બુદ્ધિના અંગ્રેજ સાથે પરણાવી દે અને તેનો દીકરો ગામના વિક્રમ નામના એક યુવાનની પ્રેમિકાને જબરજસ્તી પરણી જાય છે અને વિક્રમ હવે ડાકુ બની ગયો છે.
હવે જમીનદારને ત્યાં ઘોડાની રખેવાળી કરવા ગોવિંદ નામનો એક યુવાન છે અને તે જમીનદારની દીકરીના પ્રેમમાં છે. જોકે આ તેની પહોંચની બહાર છે અને તે આ મેળવવા શું કરે છે તે છે ફિલ્મ. ચક્કર આવી ગયા ને, લખનારને કેમ નહીં આવ્યા હોય અને ત્યારબાદ તેણે જે નિર્માતા, અભિનેતાઓને આ સ્ટોરી સંભળાવી તેમને કેમ ન થયું કે ભઈ આમાં સ્ટોરી ક્યાં છે.
આપણ વાંચો: અજય દેવગને કશ્મીરમાં કોને કહ્યું થેંક્યું, જૂઓ વાયરલ વીડિયો
કેવો છે અભિનય અને દિગ્દર્શન
અભિનયની વાત કરીએ તો આ ફિલ્મ બે નિવોદીતોની ડેબ્યુ ફિલ્મ છે. બન્ને બોલીવૂડ ફેમિલીના જ છે. એક છે રવિના ટંડનની દીકરી રાશા થડાની અને બીજો છે અજય દેવગનની બહેન નિલમનો દીકરો અમન. અમનએ બુદ્ધિ વાપરી મામાની સરનેમ પાછળ રાખી છે જ્યારે રાશાએ પિતાની જ સરનેમ રાખી છે. જોકે રાશાના પિતા મોટા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર છે એટલે ઈન્ડસ્ટ્રીમાં આ નવી સરનેમ નથી. હવે આવીએ તેમના અભિનય પર.
અમન દેવગનના લૂક પર ઘણુ કામ થયું છે, પણ છતાં તે શહેરી લાગે છે. રાશા સ્વીટ લાગે છે, પણ એક્ટિંગ હજુ શિખવી પડશે. બન્ને ડાન્સમાં નંબર વન સાબિત થયા છે, પણ ફિલ્મમાં ગીતો કનડે તે રીતે વપરાયા છે અને ઘણા છે.
અજય દેવગનના ભાગે કંઈ કરવાનું આવ્યું નથી, પણ તેની પ્રેઝન્સ સારી છે. ડાયેના પેન્ટી ઠીકઠાક છે. અભિષેક કપૂર ખૂબ સારા ડિરેક્ટર તરીકે જાણીતા નથી, પણ ફિલ્મ જોઈને લાગે છે કે તેમને ડિરેક્શન આવડે છે કે નહીં.
REVIEW
એક તો ફિલ્મની કથા ક્યાંથી શરૂ થઈ ક્યાં અટકે, વળે, પાછી ફરે તે ખબર નથી પડતી, પાત્રોનું આલેખન બરાબર નથી, પિરિયોડિકલ ફિલ્મમાં ભાષા મહત્વની હોય છે પણ ફિલ્મમાં બુંદેલી, રાજસ્થાની, અવધી, ભોજપૂરી બધાની ભેળપૂરી છે.
આપણ વાંચો: Bollywood: આવતીકાલે બે બિગ બેનર ફિલ્મ થિયેટરોમાં, રામચરણ અને સોનુ સુદે નિરાશ કર્યા…
પિયૂષ મિશ્રાના ડાયલોગ્સ પણ ચોંટદાર નથી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ લાઉડ અને ધારે પડતું વપરાયું હોય તેમ લાગે છે. અને હા લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ. આ ફિલ્મનું નામ આઝાદ ઘોડા પરથી પાડ્યું છે અને આખી ફિલ્મમાં એટલા ઘોડા દોડે છે કે મન થાય કે થોડા ચણા લઈને થિયેટરમાં જઈએ.
અજય અને રવિનાને બોલીવૂડમાં આટલા વર્ષ કાઢ્યા છે અને ઘણી સારી ફિલ્મો પણ આપી છે. પોતાના આ બે યુવાન કલાકારોને લૉંચ કરતા સમયે તેમને વિચાર ન આવ્યો કે આવી ફિલ્મથી તેમની કરિયરનું પહેલું સ્ટેપ જ ખોટુ ભરાશે. એનીવેયઝ,ઑવરઑલ ફિલ્મ બોરિંગ છે. તમને જો રાશાનું ઉઈ અમ્મા થિયેટરમાં જોવાનું મન હોય તો જઈ શકો છો.
મુંબઈ સમાચાર રેટિંગઃ 1/5