સ્પેશિયલ ફિચર્સ

Mobile Wallpaper પણ તમને કંગાળ બનાવી શકે છે, જાણો કઈ રીતે…

આજકાલ દર બીજી વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. એક સમય હતો કે જ્યારે વ્યક્તિના જીવનમાં રોટી કપડાં ઔર મકાન મુખ્ય જરૂરિયાત હતી, પણ હવે સમય બદલાયો છે અને રોટી, કપડાં ઔર મકણની સાથે સાથે મોબાઈલ ફોન પણ જોડાઈ ગયું છે. પણ શું તમને ખબર છે કે મોબાઈલ ફોનની સ્ક્રીન પર લગાવવામાં આવતું વોલપેપર પણ તમને કંગાળ બનાવી શકે છે? જી હા, આપણા વ્યક્તિત્વ અથવા આપણા જીવન પર આ વોલપેપરની અસર જોવા મળી શકે છે, ત્યારે ચાલો જોઈએ કે આખરે મોબાઈલ પર કેવા વોલપેપર ના લગાવવા જોઈએ-

આ વિશે માહિતી આપતા મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું કે મોબાઈલનું વોલપેપર શું હોવું જોઈએ અને વોલપેપર રાખતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો જોઈએ કયા પ્રકારના ફોટો ના લગાવવાનું ટાળવું જોઈએ જેથી આર્થિક સમસ્યાનો સામનો ના કરવો પડે.

ભગવાનના ફોટો ના લગાવો
મોબાઈલના વોલપેપર પર ક્યારેય ભગવાનનો ફોટો ના લગાવવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા વોલપેપર વ્યક્તિઓના ગ્રહોની સ્થિતિ બગડી કરી શકે છે. આ સિવાય આપણે મોબાઈલને આપણે એ હાથેથી ટચ કરતા હોઈએ છીએ, જે ઘણી વખત સાફ નથી હોતા અને ગંદા હોય છે. આવા સમયે શક્ય છે કે આ ભૂલને કારણે ધન હાનિમાંથી પસાર થવું પડે છે જેને કારણે ભગવાનના વોલપેપર ન લગાવવા જોઈએ.

ધાર્મિક સ્થળો કે મંદિરોના ફોટો ના લગાવશો
અગાઉ કહ્યું એમ ઘણી વખત આપણે મોબાઈલ ફોન ગમે એવા હાથે ઓપરેટ કરતાં હોઈએ છીએ અને આ સિવાય આપણે ટોયલેટ કે બાથરૂમમાં પણ આપણે મોબાઈલ લઈને જતાં હોઈએ છીએ. આ કારણે મોબાઈલ ફોનની સ્ક્રીન પર ધાર્મિક સ્થળ કે મંદિરોના ફોટો લગાવવાનું ટાળવું જોઈએ. આ ફોટોને કારણે કારણે આપણા જીવન પર નકારાત્મક અસર જોવા મળે છે. ધાર્મિક સ્થળ પર વિરાજિત દેવી-દેવતાઓનું અપમાન તે વ્યક્તિને કેટલીય રીતે મુશ્કેલીઓમાં મૂકાઈ જશો.

આ પણ વાંચો : મોબાઈલ ફોનમાં આવતા Spam Message થી હવે મળશે છૂટકારો, TRAI એ શરૂ કરી આ તૈયારી

કોઈ પણ ઈમોશન દર્શાવતા ફોટો લગાવવાનું ટાળો
આપણામાંથી ઘણા લોકોને ટેવ હોય છે કે આપણે શું અનુભવી રહ્યા છીએ એ પ્રદર્શિત કરતાં ફોટો મોબાઈલના વોલપેપર પર લગાવીએ છીએ. જો તમે પણ આવા ઈમોશન દર્શાવતા ફોટો વોલપેપર પર લગાવો છો તો તમારે આવું કરવાનું ટાળવું જોઈએ. દુ:ખ, મૃત્યુ, ગુસ્સો, ઈર્ષ્યા અથવા તો લાભને દેખાડતું કોઈ વોલપેપર આપણે લગાવીએ છીએ તો તેની નેગેટિવ અસર આપણા જીવન પર જોવા મળે છે, એટલું જ નહીં પણ એને કારણે મુશ્કેલીમાં પણ ફસાઈ શકીએ છીએ.

ડાર્ક વોલપેપર લગાવવાથી પણ બચો
અનેક યંગસ્ટર્સને એવી ટેવ હોય છે કે બ્લેક, બ્લ્યુ, ડાર્ક પર્પલ કે બીજા કોઈ ડાર્ક કલરના વોલપેપર લગાવવાથી દૂર રહેવું જોઈએ. આવા ડાર્ક કલરની આપણા જીવનમાં મળનારી સફળતા પર ઊંડી અસર જોવા મળે છે. નોકરી, કરિયરથી લઈને બિઝનેસમાં થનારી પ્રગતિ પર પણ આ ડાર્ક કલરની અસર જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button