આપણું ગુજરાત

અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઇ શકશે! અમિત શાહે વડનગરથી કરી મોટી જાહેરાત

અમદાવાદ: વિશ્વની સૌથી મોટી અને જાજરમાન સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓલમ્પિકનું આયોજન દર ચાર વર્ષે અલગ દેશમાં કરવામાં આવે છે, ગત વર્ષે ઓલમ્પિકનું આયોજન ફ્રાંસના પેરીસ શહેરમાં થયું હતું. હવે આગામી 2028 ઓલિમ્પિક ગેમ્સ યુએસના લોસ એન્જલસમાં યોજાશે, જ્યારે 2032ની ઓલમ્પિક ગેમ્સ ઓસ્ટ્રેલીયા બ્રિસ્બેનમાં યોજાશે.

ઓલિમ્પિક ગેમ્સની આયોજન સમિતિ આગામી થોડા મહિનામાં 2036 ઓલિમ્પિકના યજમાનની જાહેરાત કરવાની છે, જેના માટે ભારત તરફથી અમદવાદમાં ગેમ્સના આયોજનનો પ્રસ્તાવ (Olympic 2036 in Ahmedabad) મુકવામાં આવ્યો છે. એવામાં હાલ ગુજરાત પ્રવાસ પર આવેલા અમિત શાહે અમદવાદમાં ઓલમ્પિકના આયોજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ધાર અંગે(Amit Shah in Gujarat) વાત કરી હતી.

વડનગરથી કરી જાહેરાત:
ગઈ કાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર પહોંચ્યા હતાં. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે 2036 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન અમદાવાદમાં થાય એ વડા પ્રધાન મોદીનું લક્ષ્ય છે.

અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સુધી વડનગરના યુવાનોને તેમાં ભાગ લેવાની તક મળશે. ઓલિમ્પિક રમતો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક વિકસાવવામાં આવી રહેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજવાનું આયોજન છે. રાજ્ય સરકારે આ માટે એક સંસ્થા પણ બનાવી છે, જે ભારતના ઓલિમ્પિક દાવા અને યોજના પર દેખરેખ રાખે છે. તેને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુઃ અમિત શાહ

વડા પ્રધાન મોદી વૈશ્વિક નેતા:
અમિત શાહે વડનગરમાં વડા પ્રધાન મોદીના વૈશ્વિક નેતા બનવા પર ગર્વ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે વડનગર સૌથી જૂના શહેરોમાંનું એક છે. તેની પ્રામાણિકતા કારણે, આ શહેરે દરેક યુગમાં દેશની સંસ્કૃતિને પ્રભાવિત કરી છે. આ 2500 વર્ષથી વધુ જૂનું શહેર છે.

ભારતનો IOCને પત્ર:
કેન્દ્ર સરકારે ગયા વર્ષે 1 ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ ઓલમ્પિક કાઉન્સિલ(IOC) સમિતિને એક પત્ર સુપરત કર્યો હતો, IOC ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો નિર્ણય લે છે. જેમાં ભારતે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે અત્યાર સુધી ભારતને ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની તક મળી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button