આમચી મુંબઈ

અજિત પવાર CM દેવેન્દ્ર ફડણવીસથી કેમ છે નારાજ? જાણો શું છે મામલો

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં મુંબઈની મુલાકાતે આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાયુતિના વિધાનસભ્યોનો ક્લાસ લીધો હતો. તેમાં મહાયુતિને મજબૂત બનાવવા અને એકબીજા સાથે સંકલન રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સરકાર રચાયાના એક મહિના બાદ ગઠબંધનમાં અસંતોષના અહેવાલો મળી રહ્યા છે. એકનાથ શિંદેની શિવ સેના કેટલાક વિધાનસભ્યોના વર્તનથી ભાજપ ખૂબ જ નારાજ છે. એનસીપી અજિત પવાર જૂથના પણ કેટલાક ધારાસભ્યો પણ સીએમથી નારાજ છે. સીએમ ફડણવીસે એનસીપીના બે મંત્રીઓના ફેંસલા વિચાર વિમર્શ વગર જ સ્થગિત કરી દીધા હતા, જેને લઈ અજિત પવાર નારાજ છે.

જો મહાયુતિમાં રહેવું હોય તો…..

અજિત પવાર જૂથના મંત્રી હસન મુશ્રીફ અને બાબાસાહેબ પાટીલે તેમના વિભાગોને લઈ કેટલાક ફેંસલા કર્યા હતા. જેને સીએમ દેવેન્દ્ર ફડણવીસે સ્થગિત કરી દીધા હતા. આને લઇ અજિત પવાર નારાજ છે. જેને લઈ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. અજિત પવારે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, જો મહાયુતિમાં રહેવું હોય તો ક્યાંકને ક્યાંક તાલમેલ બનાવી રાખવો પડશે. જો ભવિષ્યમાં ગઠબંધન તરીકે આગળ વધવાનો વિચાર હોય તો સમન્વય જરૂરી છે.

Also read: જો અજિત પવારને નાણાં ખાતું ન મળે તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેશે નહીં

મહાયુતિમાં નારાજગીને લઇ પીએમ મોદીએ શું કહ્યું

મહાયુતિમાં નારાજગીને લઇ પીએમ મોદીએ તેમની તાજેતરની મુલાકાતમાં કહ્યું હતું કે, વિધાનસભ્યોએ વિપક્ષને મૌખિક રીતે જવાબ આપવાને બદલે પોતાના કામ દ્વારા જવાબ આપવો જોઈએ. જો બીજા રાજ્ય કે બીજાના મતવિસ્તારમાં કંઈક સારું હોય, તો તેના વિશે અભ્યાસ મુલાકાત ગોઠવવી જોઈએ. સમાજ અને મતવિસ્તારની સાથે પરિવારને પણ સમય આપવાની સલાહ આપતાં તેમણે કહ્યું હતું કે કામનું આયોજન અને સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ. દરમિયાન મહાયુતિમાં એકતા વધારવા માટે તમારા વિધાનસભ્યો અને પદાધિકારીઓ એકબીજાની કચેરીઓની મુલાકાત લો. દરેક ગામમાં ડબ્બા પાર્ટીનું આયોજન કરો. જનપ્રતિનિધિ તરીકે કામ કરતી વખતે, આપણે દરેક બાબત પર ધ્યાન આપવું જોઈએ.

Follow us:

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button