‘COLDPLAY’ના વેચાણમાં ગેરરીતિનો વિષય ચિંતાનોઃ હાઈ કોર્ટે કરી મહત્ત્વની વાત
મુંબઈ: બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે (COLDPLAY) નવી મુંબઈમાં યોજવા માટે પ્રશાસન તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે આ શોની ટિકિટમાં થનારી ગેરરીતિ મુદ્દે બોમ્બે હાઈ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરી હતી.
બોમ્બે હાઇ કોર્ટે કહ્યું છે કે બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેની કોન્સર્ટ માટે ટિકિટના વેચાણમાં ગેરરીતિની ચિંતા વ્યક્ત કરતી એક એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મહત્વપૂર્ણ છે, પરંતુ જરૂરી પગલાં તો મહારાષ્ટ્ર સરકારે જ લેવા જોઈએ.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી કે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની ખંડપીઠે જણાવ્યું હતું કે એડવોકેટ અમિત વ્યાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મોટી ઇવેન્ટ્સ માટે ઓનલાઇન ટિકિટના વેચાણના નિયમન અને દેખરેખના મહત્વ પર ધ્યાન દોરવામાં આવ્યું છે.
આપણ વાંચો: માહિમ મેળો અચાનક બંધ કરવાનો આદેશ બોમ્બે હાઇ કોર્ટે રદ કર્યો
વિશેષ તો કાળા બજાર, સ્કેલપિંગ (ટિકિટ ખરીદી ઊંચા ભાવે વેચાણ) અને મહેસૂલી આવકના નુકસાનના આરોપોને દૂર કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે.
અદાલતે જણાવ્યું હતું કે ઓનલાઇન ટિકિટ વેચાણના મુદ્દાઓને ધ્યાનમાં લેવા માટે અસરકારક કાયદા, નિયમો અને કાયદાઓ ઘડવા અથવા તેમાં સુધારો કરવા માટે યોગ્ય કાયદો ઘડવામાં આવે એ જરૂરી છે.
આપણ વાંચો: ‘Emergency’ની રિલીઝ માટે કંગનાએ વધુ રાહ જોવી પડશે! બોમ્બે હાઇ કોર્ટે CBFCને આપી આ ડેડલાઈન
10મી જાન્યુઆરીએ ખંડપીઠે અરજીને ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે તેમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ કાયદાકીય ક્ષેત્રને લગતા છે અને તેથી કોર્ટ દખલ કરી શકે નહીં.
‘મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’ના ભાગરૂપે બ્રિટિશ રોક બેન્ડના ત્રણ શો નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 18, 19 અને 21 જાન્યુઆરીએ આયોજિત કરવામાં આવ્યા છે.
(પીટીઆઈ)