કેવી છે સૈફની તબિયત, શું કહ્યું ડોક્ટરોએ
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ બાન્દ્રાની લીલાવતી હૉસ્પિટલમાં તેમની સર્જરી ચાલી રહી છે. સૈફને પીઠ, છાતી, ગરદન એમ છ જગ્યા પર ઈજા થઈ હતી. સૈફની પાંસળીઓ પર પણ ઈજા હતી. તેનું એક ઑપરેશન પૂરું થઈ ગયું છે અને તે સફળ રહ્યું હોવાનું ડોક્ટરોનું કહેવાનું છે. મીડિયા અહેવાલ અનુસાર સૈફના શરીરમાંથી એક બે ઈંચનો તીક્ષણ ધારવાળો ટૂંકડો મળી આવ્યો હતો, જે તેને મારેલા ચાકુનો હતો. જોકે તે હવે સુરક્ષિત છે, તેવા અહેવાલો પણ છે. જોકે તેની કરોજરજ્જુને ગંભીર નુકસાન થયું નથી. તેમાં થયેલી ઈજા પર દસ ટકા લેવામાં આવ્યા છે. તેને થયેલી ઈજા ગંભીર છે, પરંતુ શરીરના કોઈ અંગને હંમેશાં માટે નુકસાન પહોંચ્યું છે તેમ માનવાને કારણ નથી, તેવું અહેવાલો કહે છે.
Also read: અભિનેતા સૈફ અલી ખાન પર થયો ચાકુથી હુમલો, હૉસ્પિટલમાં ભરતી
દરમિયાન પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. હૉસ્પિટલમાં સૈફને મળવા પરિવારજનો આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડી રાતે 2.30 આસપાસ સૈફના બાન્દ્રા ખાતેના નિવાસસ્થાને કોઈ અજાણ્યા શખ્શે હુમલો કર્યો હતો અને તેને ગંભીર ઈજા થતાં લીલાવતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.