પતિ સૈફ પર થયો હુમલો ત્યારે કરિના ક્યાં હતી?
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો થયો છે, જેમા તેઓ ઘાયલ થયા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ જાણવા મળ્યું હતું કે તેમના ઘરમાં ચોર ઘુસી આવ્યા હતા. તેમનો સામનો કરવામાં સૈફ અલી ખાન ઘાયલ થયા હતા. પોલીસ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહી છે. તેમના ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા છે. હવે ફેન્સના મનમાં સવાલ એ આવે છે કે આ ઘટના વખતે કરિના કપૂર અને બાળકો ક્યાં હતા. એવામાં પાછી કરિના કપૂરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ વાયરલ થવા લાગી છે.
તો તમને જણાવીએ કે એ સમયે કરિના ક્યાં હતી. એમ જાણવા મળ્યું છે કે ચોરીની નિયતથી ઘરમાં ઘુસેલા ચોર ઘરની નોકરાણી સાથે ઝપાઝપી કરી રહ્યો હતો ત્યારે સૈફ ત્યાં પહોંચ્યો હતો અને તેણે નોકરાણીને બચાવવાની કોશિશ કરી હતી, તેથી ચોરે સૈફ પર હુમલો કર્યો અને તેમના પર ચાકુથી વાર કર્યા હતા, જેને કારણે સૈફ ઘાયલ થયા છે અને લીલાવતી હૉસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. એમ જાણવા મળ્યું છે કે આ સમયે કરિના કપૂર ઘરમાં નહોતી. તેના બંને પુત્ર- તૈમુર અને જેહ પણ ઘરમાં નહોતા. સૈફ અલી ખાન તેમના ઘરમાં એકલા જ હતા.
Also read: અભિનેતા સૈફ અલી ખાન પર થયો ચાકુથી હુમલો, હૉસ્પિટલમાં ભરતી
કરિના કપૂર ખાન હાલમાં લંડનમાં છે અને તેની ક્લોઝ ફ્રેન્ડ્ઝ સાથે પાર્ટી મનાવી રહી છે. કરિનાએ ગઇ કાલે મોડી રાત્રે સોનમ કપૂર અને રિયા કપૂર સાથે પાર્ટી કરી હતી. એ સમયે કરિનાની બહેન કરિશ્મા પણ તેની સાથે જ હતી. તેઓ એક ડિનરટેબલ પાસે હતા. ટેબલ પર અનેક વાનગી અને પીણા પણ રાખવામાં આવ્યા હતા. આ પાર્ટી સોનમ કપૂરના ઘરે જ રાખવામાં આવી હતી. તેઓ કદાચ કેન્ડલ લાઇટ ડિનરની મજા માણવાના હતા, એવું તસવીરો પરથી સ્પષ્ટ થતું હતું. કરિશ્મા કપૂરની ઇન્સ્ટા સ્ટોરી શેર કરતી વખતે કરિનાએ લખ્યું હતું કે ‘ગર્લ્સ નાઇટ’ સૈફ પર જ્યારે ચાકુથી હુમલો થયો છે ત્યારે કરિના કપૂર ઘરથી દૂર… લંડનમાં મઝા માણી રહી હતી એ જાણીને તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.