પોરબંદરમાં પરીક્ષણ વખતે નેવીનું Drone દરિયામાં થયું ક્રેશ
પોરબંદર: પોરબંદરના સમુદ્ર તટ નજીક ભારતીય નૌકાદળનું હર્મેસ 900 (Hermes 900) તરીકે ઓળખાતું દ્રષ્ટિ 10 ડ્રોન (Drishti 10) ઓપરેશનલ પરીક્ષણ દરમિયાન ક્રેશ થયું હતું. ઓપરેશનલ પરીક્ષણ દરમિયાન ડ્રોને હવામાં કાબૂ ગુમાવી દેતા સમુદ્રમાં ક્રેશ થયું હતું.
પરીક્ષણ દરમિયાન ડ્રોન સમુદ્રમાં ક્રેશ
પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદરમાં ઓપરેશનલ પરીક્ષણ દરમિયાન દ્રષ્ટિ-10 ડ્રોન ક્રેશ થયું હતું. ઓપરેશનલ પરીક્ષણ દરમિયાન હવામાં જ ડ્રોન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને આથી સમુદ્રમાં ક્રેશ થયું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં ખેડૂતોને ડ્રોનની ખરીદી માટે મળશે સબસિડી, શું થશે ફાયદો?
જો કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલો નહીં. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે. એકતરફ ભારતીય સંરક્ષણ મંત્રાલય મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્થાનિક ડ્રોન ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે ભારતીય બનાવટનું ડ્રોન પરીક્ષણમાં જ ક્રેશ થઈ ગયું છે.
દ્રષ્ટિ-10 માનવરહિત ડ્રોન
દ્રષ્ટિ-10 જેવા માનવરહિત ડ્રોનનો ઉપયોગ સામાન્ય રીતે મેરીટાઇમ સર્વેલન્સ માટે થાય છે. તે રિકોનિસન્સ માટે પણ ઉપયોગમાં લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન, UAV એ હવામાં નિયંત્રણ ગુમાવી દેતા અને સમુદ્રમાં ખાબક્યું છે. આ ડ્રોન અકસ્માતમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલો નથી.
આપણ વાંચો: રાજકોટ જિલ્લામાં જલારામ મંદિર, કાગવડ મંદિર સહિત આ જગ્યાએ ડ્રોન ઉડાવતાં પહેલા વાંચી લો આ સમાચાર
સ્થાનિક ડ્રોન ઉત્પાદનને પ્રોત્સાહન
ભારતીય સંરક્ષણ મંત્રાલય તાજેતરના મહિનાઓમાં મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવવા માટે સ્થાનિક ડ્રોન ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય સંરક્ષણ દળોને સસ્તા અને સારા શસ્ત્રો પૂરા પાડવાનો છે. તે માટે સરકાર ખાનગી કંપનીઓ સાથે મળીને શસ્ત્રોનું ઉત્પાદન કરી રહી છે, અને તેના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે.