Ratnagiri ST Bus Accident: શેનાલે ઘાટમાં બસ ૧૫ ફૂટ ઊંડી ખીણમાં પડી

રત્નાગિરિઃ રત્નાગિરિમાં તાજેતરમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ (Ratnagiri Bus ST Accident)ને ગંભીર અકસ્માત નડ્યો હતો, પરંતુ સદ્નસીબે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. રત્નાગિરિના શેનાલે ઘાટ પર એસટી બસ ૧૫ ફૂટ નીચે ખીણમાં પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. ગઈ કાલે વહેલી સવારે ૨ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં કોઈ મુસાફરોને ગંભીર ઈજા થઈ નહોતી.
આ પણ વાંચો: Bhopal માં મોટો માર્ગ અકસ્માત, કોલેજ બસને ટ્રકે ટક્કર મારી, એક વિદ્યાર્થીનું મોત
પ્રાથમિક માહિતી અનુસાર રવિવારે મોડી રાતે એસટી બસ મંડનગઢ શેનાલે ઘાટ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘાટમાં ખૂબ જ ઢાળ હોવાથી એક રેમ્પ પર એસટી બસે કાબૂ ગુમાવ્યો અને ખીણમાં પડી હતી.
આ પણ વાંચો: અકસ્માત પીડિતનો મૃતદેહ કલાકો સુધી રસ્તા પર પડ્યો રહ્યો, બે રાજ્યએ હાથ ઊંચા કર્યા
જોકે, બસ ખીણમાં એક ઝાડ સાથે અથડાઈ હતી અને ત્યાં જ ફસાઈ ગઈ હતી. આ પછી, બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એસટી બસના ૪૧ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જો આ એસટી બસ વધુ નીચે ઉતરી હોત તો તે સીધી ડેમમાં પડી હોત અને ઘણા મુસાફરોએ જીવ ગુમાવ્યો હોત. રવિવારે નાશિકમાં પણ ટ્રક અને ટેમ્પો વચ્ચેના અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ હતી.