ત્રણ દાયકા બાદ Makar Sankranti પર સર્જાયો અદ્ભૂત યોગ, ચાર રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી આવતીકાલે મકરસંક્રાંતિ (Makar Sankranti)નો તહેવાર ઉજવાશે. આ દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં ગોચર કરે છે. સૂર્યદેવના મકરસંક્રાંતિના દિવસથી કમૂર્તા પૂરા થાય છે અને શુભ તેમ જ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ વખતની મકર સંક્રાંતિ ખૂબ જ ખાસ રહેવાની છે. આ વખતે 30 વર્ષ બાદ મકરસંક્રાંતિ પર અદભુત સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સંયોગને કારણે તમામ રાશિના જાતકોને ઓછા વધતા અંશે અસર જોવા મળે છે. આ સિવાય મકરસંક્રાંતિ પર ન્યાયના દેવતા શનિદેવ કુંભ રાશિમાં શશ મહાપુરુષ યોગ બનાવી રહ્યો છે. આ શશ રાજયોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે શનિના આ રાજયોગથી કેટલીક રાશિઓને ફાયદો થશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ-
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. વેપાર કરી રહેલાં લોકોને આ સમયે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. નોકરી કરી રહેલાં લોકોના પ્રમોશન અને પગાર વધારાના યોગ પણ બની રહ્યા છે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે શનિના શશ મહાપુરુષ યોગને કારણે ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. આ રાશિના જાતકો માટે સારો સમય શરૂ થઈ રહ્યો છે. બિઝનેસમાં આર્થિક પ્રગતિ થતાં મન પ્રફુલ્લિત રહેશે. કરિયરમાં નવી નવી ઊંચાઈઓ હાંસિલ કરશો. નોકરી શોધી રહેલાં લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. નવી નોકરી મળી શકે છે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે આ વખતની મકર સંક્રાંતિથી સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે. શનિદેવની કૃપાથી મકર રાશિના જાતકોની સમસ્યાઓ પણ દૂર થઈ રહી છે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. પૈસા કમાવવાની નવી નવી તક મળશે. દેવામાંથી મુક્તિ મળી શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (13-01-25): અઠવાડિયાના પહેલાં દિવસે આ પાંચ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા…
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. મકરસંક્રાંતિ પર શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. મિત્રોનો સાથ મળશે. અચાનક નફો થઈ શકે છે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં આજે ફાયદો થઈ રહ્યો છે, આર્થિક લાભ થતાં તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે.