આપણું ગુજરાત

સતલાસણા APMC માં મગફળીમાં ખામી નહીં કાઢવા બદલ લાંચ માંગતો યુવક ઝડપાયો

મહેસાણાઃ ગુજરાતમાં હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતો મોટી સંખ્યામાં એપીએમસીમાં મગફળી વેચવા આવી રહ્યા છે. મહેસાણાની સતલાસણા એપીએમસીમાં મગફળીમાં ખામી નહીં કાઢવા બદલ લાંચ માંગતો યુવક ઝડપાયો હતો.

આ પણ વાંચો : ગુજરાતની 70થી વધુ પાલિકાનું 500 કરોડથી વધુ વીજબિલ બાકી

મહેસાણાના સતલાસણા એ.પી.એમ.સી ગોડાઉન ખાતે ટેકાના ભાવેથી મગફળીની ખરીદી થતી હતી. મગફળી ખરીદનાર સહકારી મંડળીના માણસો દ્વારા જુદા જુદા બહાના હેઠળ ખેડૂતો પાસેથી કોઈ ખામી નહીં કાઢી, મગફળી ખરીદ કરવા સારું વાહન દીઠ રૂ.૨,૦૦૦ થી રૂ.૬,૦૦૦ સુધીની લાંચની માગણી કરતા હતા તેવી ચોક્કસ બાતમી મળી હતી. મહેસાણા એસીબી પી આઇ ચાવડા તથા તેમની ટીમ દ્વારા સતલાસણા ખાતે આવેલા ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં લાંચ માંગતાં ખાનગી વ્યક્તિ કલ્યાણજી ઉર્ફે કલાજી મસાજી ઠાકોરને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપી હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫,૦૦૦ની લાંચની માગણી કરી રકઝકના અંતે લાંચની રકમ રૂ.૪,૫૦૦ સ્વીકારાતાં છટકામાં ઝડપાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button