ત્રણ દિવસ બાદ થશે વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જ્યારે પણ સૂર્ય કોઈ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. ત્રણ દિવસ બાદ એટલે કે 14મી જાન્યુઆરીના સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે, જેને કારણે જ તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. એટલું જ નહીં પણ આ સંક્રાંતિનેવર્ષની સૌથી મોટી સંક્રાંતિ કહેવામાં આવે છે. આવો જોઈએ આ વખતની મકર સંક્રાંતિ પર થઈ રહેલું સૂર્યનું ગોચર કઈ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે-
આ પણ વાંચો : 28મી જાન્યુઆરી સુધી ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા, મળશે Good News અને બીજું પણ ગણું બધું…
મેષ રાશિના નોકરી-વેપાર કરી રહેલાં લોકોની પ્રગતિ થઈ રહી છે. પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આવકમાં વૃદ્ધિ થશે. તમારા નેતૃત્વ કરવાની ક્ષમતમાં પણ સુધારો જોવા મળશે. રોકાણ કરનારાઓ માટે સારો સમય છે. કોઈ જૂના રોકાણથી લાભ થઈ રહ્યો છે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.
સિંહ રાશિના જાતકો માટે પ્રોપર્ટી, ઘર-દુકાન વગેરે ખરીદવા માટે અનુકૂળ સમય છે. આર્થિક મોર્ચે લાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. રોગ-બીમારીઓ વગેરેથી છુટકારો મળશે. સંતાન તરફથી કોઈ સારો સમાચાર સાંભળવા મળશે.
કન્યા રાશિના જાતકો માટે આ સમય એકદમ ઉત્તમ સમય છે. આ સમયે રોકાણ કરવા પર તમને સારું એવું વળતર મળી શકે છે. ધન-ધાન્યની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ છે. વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોઈ રહેલાં લોકો માટે આ સમય એકદમ અનુકૂળ છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
પરિવારમાં કોઈ માંગલિક કાર્ય વગેરેનું આયોજન થશે. નવી નોકરી શોધી રહેલાં લોકોને નવી નોકરી મળી રહી છે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. ઘર-પરિવારમાં ખુશહાલીનો માહોલ રહેશે. કામના સ્થળે લોકો તમારા કામની પ્રશંસા કરશે.