ઇન્ટરનેશનલ

ટોરેન્ટો જતી આ ટ્રેનમાં બેસવા આટલા ખર્ચવા તમને ગમશે કે પછી આપણી રેલવેની સવારી મજાની લાગે છે

તમે બાઇક, કાર, બસ અને પ્લેનમાં ગમે તેટલી મુસાફરી કરી હોય પરંતું ટ્રેનની મુસાફરીની મજા કંઈક અલગ જ છે . ટ્રેનમાં બેઠા પછી તમને ઘર જેવું લાગે છે. ટ્રેન લાંબી મુસાફરી માટે આરામદાયક છે. ભારતમાં લગભગ સૌથી મોટું રેલવે નેટવર્ક છે અને રોજના લાખો લોકો ટ્રેનમાં સફર કરે છે. જોકે અમે જે ટ્રેનની વાત કરી રહ્યા છે તે ભારત નહીં પણ કેનેડાના બે શહેરને જોડે છે. આ ટ્રેનમાં એક ભારતીયએ કરેલી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. ટ્રેન અંદરથી એકદમ કમ્ફોર્ટેબલ છે જ્યારે તેની બહારનો નજારો કુદરતના કરિશ્માનો અનુભવ કરાવે તેવો છે. પરંતુ જો તમે તેનું ભાડું જાણશો તો પરસેવો છૂટી જશે. પણ કંઈ વાંધો નહીં આપણે તેની વર્ચ્યુઅલ સફર કરીએ. બીજી બાજુ આપણી રેલવેની સફર પણ સુંદર હોય છે. હા, વસ્તીના પ્રમાણમાં સુવિધાઓ ઓછી હોવાથી સમસ્યા આવે છે, તેમ છતાં ભારતમાં પણ ઘણા રૂટ છે જે તમારી સફરને યાદગાર બનાવે છે.

કુદરતની કરામતોને બતાવતી જાય છે ટ્રેન

વિડિયો વિશે વાત કરીએ તો, એક ભારતીય કન્ટેન્ટ ક્રિયેટર ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાનકુવરથી ટોરોન્ટો જતી ટ્રેનની અંદર અને બહારનો સુંદર નજારો શેર કર્યો છે.આ ટ્રેન વાનકુવરથી ટોરોન્ટો સુધીની 4,466 કિમીની મુસાફરી 5 દિવસમાં કરે છે, જે વિશ્વની બીજી સૌથી લાંબી મુસાફરીકરાવતી ટ્રેન છે.

જાણો શું છે સુવિધા
આ લક્ઝરી ટ્રેનમાં (train) તમને લક્ઝુરિયસ બર્થ મળશે, જેમાં સૂવા, બેસવા, ખાવા-પીવા અને નહાવાની ફર્સ્ટ ક્લાસ સુવિધાઓ છે. અંદરથી આ ટ્રેન કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી. ટ્રેનની અંદરનો ભાગ એક આલીશાન મહેલ જેવો છે. જે સંપૂર્ણપણે હાઈ ટેક છે. નવુંકુર આ વિડિયોમાં બધું જ વિગતવાર સમજાવી રહ્યા છે અને બતાવી રહ્યા છે. આ ટ્રેનમાં અને કપડાં ધોવાની અને તેને સંભાળીને રાખવાની પણ હેંગર સાથેની સુવિધા છે. આ સાથે તેમાં સ્વચ્છ બાથરૂમ અને પર્સનલ વોશરૂમની પણ સુવિધા છે. ઉપરાંત, બારીથી 4,466 કિમીની આ સફરમાં તમને માત્ર બરફથી ઢંકાયેલા રસ્તાઓ અને વૃક્ષો જ જોવા મળશે. ખરેખર, આ વિડીયો જોયા પછી તમને સ્વર્ગ જેવો અનુભવ થશે.

Also read:સુરત રેલવે સ્ટેશન પર બબાલઃ ટ્રેનના જનરલ કોચનો દરવાજો નહીં ખોલતા પ્રવાસીઓએ કરી તોડફોડ…

હવે વાત કરીએ ભાડાની તો…
જે સૌથી મહત્વનું છે તે આ ટ્રેનનું ભાડું છે. 4,466 કિમીની સફર અને પાંચ દિવસનું ભાડું છે રૂ. 1.5 લાખ. હા, તમારે આ ટ્રેનની એક ટ્રીપ માટે રૂ. 1.5 લાખ ખર્ચવા પડશે અને તે માટે ખર્ચ કરીને કેનેડા પણ જવું પડશે. તેના આ વીડિયો પર નેટિઝન્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અમુક તેની આ સફરને આહલાદક કહી રહ્યા છે, અમુકને ભાવ વધારે લાગે છે. તો કોઈ કહે છે કે ડોલરમાં આપવા પડે તો મોંઘા નથી. તો ઘણા કહે છે કે આના કરતા ભારતની રેલવેની સફર કરો તો વધારે મજા આવશે અને ઓછો ખર્ચ થશે. જોકે ક્રિએટર ભારતની રેલવે વિશે ઘટતું બોલી રહ્યો હોવાની ફરિયાદો અને ગુસ્સો પણ નેટીઝન્સ ઠાલવી રહ્યા છે. આ સાથે ભારતમાં પણ ઘણા એવા સ્થળો છે જ્યાંની રેલવે સફર પ્રકૃતિના ખોળામાં રમી રહ્યા હોય તેવો અનુભવ કરાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button