પરિવારની અને સ્કૂલની પિકનિકોમાં રમાતી આ લોકપ્રિય રમતનો સોમવારથી દિલ્હીમાં સૌપ્રથમ વર્લ્ડ કપ!
નવી દિલ્હીઃ ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતી તથા મરાઠી સમુદાયમાં ખૂબ રમાતી ખો-ખોની રમતનો સૌપ્રથમ વર્લ્ડ કપ પાટનગર દિલ્હીમાં સોમવાર, 13મી જાન્યુઆરીએ શરૂ થશે જેમાં પ્રતીક વાયકર ભારતના પુરુષોની ટીમનો અને પ્રિયંકા ઇન્ગળે ભારતની મહિલા ટીમની કૅપ્ટન છે. ખો-ખોની રમત સામાન્ય રીતે પરિવારની તેમ જ સ્કૂલ-કૉલેજની પિકનિકોમાં રમાતી હોય છે.
દિલ્હીમાં ખો-ખોનો વિશ્વ કપ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં 13થી 19 જાન્યુઆરી સુધી રમાશે. પહેલા દિવસે ભારતની મેન્સ ટીમનો મુકાબલો (રાત્રે 8.30 વાગ્યાથી) નેપાળ સામે થશે, જ્યારે ભારતની મહિલા ટીમની પહેલી ટક્કર 14મીએ (સાંજે 7.00 વાગ્યાથી) સાઉથ કોરિયા સામે થશે.
અશ્વની કુમાર ભારતની મેન્સ ટીમના અને સુમિત ભાટિયા મહિલા ટીમના હેડ-કોચ છે.
આપણ વાંચો: ખો-ખોની રમતનો સૌપ્રથમ વર્લ્ડ કપ રમાશે, જાણો ક્યાં અને ક્યારે…
પુરુષોની ટૂર્નામેન્ટમાં કુલ 20 દેશની ટીમ અને મહિલાઓની સ્પર્ધામાં 19 ટીમ ભાગ લેશે. ભારતની મેન્સ ટીમના ગ્રૂપમાં નેપાળ ઉપરાંત બ્રાઝિલ, ભુતાન અને પેરુ પણ છે. ભારતની મહિલા ટીમના ગ્રૂપમાં ઇરાન, મલયેશિયા અને સાઉથ કોરિયા છે.
પ્રિયંકાએ પીટીઆઇને જણાવ્યું હતું કે હું 24 વર્ષથી ખો-ખો રમું છું અને હવે ભારતીય ટીમનું સુકાન સંભાળવાનો શુભ અવસર આવ્યો છે. આવનારાં વર્ષોમાં દેશમાં ખો-ખોની રમત વધુ લોકપ્રિય થશે અને આશા છે કે ભારતીય ટીમને એશિયન ગેમ્સ કે કૉમનવેલ્થ ગેમ્સ કે ઑલિમ્પિક્સમાં રમવાનો મોકો મળશે.' મહિલા અને પુરુષ ટીમના ખેલાડીઓની જર્સી પર
ભારત’ લોગો જોવા મળશે અને આ બન્ને ટીમ `ભારત કી ટીમ’ તરીકે ઓળખાશે.