લાતુરમાં પ્રેમપ્રકરણમાં યુવક પર જીવલેણ હુમલો: છની ધરપકડ
લાતુર: લાતુરમાં પ્રેમપ્રકરણમાં લોખંડના સળિયા અને બામ્બુથી હુમલો કરવામાં આવ્યાના બે મહિના બાદ 18 વર્ષના યુવકે હૉસ્પિટલમાં દમ તોડ્યો હતો. આ પ્રકરણે ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એમઆઈડીસી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન દ્રોણાચાર્યએ જણાવ્યું હતું કે ઘટના 27 ઑક્ટોબરે ટાકલી ગામમાં બની હતી. મૌલી સોટે પર છ જણે લોખંડના સળિયા અને બામ્બુથી હુમલો કર્યો હતો.
આપણ વાંચો: લાતુર હોસ્પિટલમાં સુરક્ષા ગાર્ડની હત્યાઃ વોન્ટેડ ડૉક્ટરની હરિદ્વારમાંથી અટકાયત
ગંભીર હાલતમાં તેને નજીકની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. હુમલા બાદથી તે હૉસ્પિટલમાં સારવાર હેઠળ જ હતો. આખરે સોમવારે તેનું મૃત્યુ થયું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં ગોવિંદ દુરે, ગોપાલ દુરે, કમલાકર દુરે, મનોજ દુરે, કુમાર ઉપાડે અને ઓમ ખેડકરની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં બધા આરોપી અદાલતી કસ્ટડીમાં છે. સોટેના મૃત્યુ બાદ આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરવામાં આવી હતી. (પીટીઆઈ)