Abhishek Bachchanનો Aishwarya Rai-Bachchan, Aaradhya Bachchanને ગળે લગાવતો વીડિયો વાઈરલ, શું છે હકીકત?
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) જુનિયર બચ્ચન તરીકે ઓળખાતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ની ગણતરી ઈન્ડસ્ટ્રીના પાવરફૂલ કપલ તરીકે કરવામાં આવે છે.
પરંતુ છેલ્લાં કેટલાક સમયથી આ પાવરફૂલ કપલ તેમના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં આવી રહ્યું છે. જોકે, આ આ બધા વચ્ચે જ ઐશ્વર્યા-અભિષેક દીકરી આરાધ્યા બચ્ચન સાથે ન્યુયર મનાવીને પાછા ફર્યા હતા.
ત્યારથી બંને વચ્ચે બધું ઠીક હોવાનું કહેવાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ત્રણેય જણા ફરી એક વખત સાથે જોવા મળ્યા હતા. આવો જોઈએ ક્યારનો છે આ વીડિયો અને શું છે એની હકીકત-
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
સોશિયલ મીડિયા પર આરાધ્યા, અભિષેક અને ઐશ્વર્યાનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અભિષેક ઐશ્વર્યા અને આરાધ્યાને ગળે લગાવી લે છે. આ વીડિયો જોઈને ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો. જોકે.
આ વીડિયો અત્યારનો નહીં પણ જૂનો છે, પરંતુ ફેન્સના દિલ જિતી રહ્યું છે. આ વીડિયો કબડ્ડી લીગ સમયનો છે. અભિષેક બચ્ચન કબડ્ડી લીગ જોવા પહોંચ્યો હતો અને તેની ટીમ જિતી જાય છે. આ જોઈને અભિષેક ખુશીની ભાગીને ઐશ્વર્યા અને આરાધ્યા પાસે જાય છે અને બંનેને ગળે લગાવી લે છે
વાઈરલ થઈ રહેલાં આ વીડિયો બચ્ચન પરિવારનો શાનદાર બોન્જ જોવા મળી રહ્યો છે. ફેન્સ ત્રણેયને સાથે જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા. આ વીડિયો પર યુઝર્સ લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચનને લઈને બિગ બીએ લીધું આ આકરું પગલું… ચોંકી ઉઠ્યા નેટિઝન્સ
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ત્રણેય સાથે કેટલા સુંદર લાગી રહ્યા છે. કાશ ત્રણેય જણ ફર એક વખત આ જ રીતે સાથે જોવા મળે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે શાનદાર ફેમિલી બોન્ડ. બીજા એક યુઝરે લખ્યું હતું કે અભિષેકને જાણ છે કે પોતાની ફેમિલીનું દિલ કેવી રીતે જીતવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા બચ્ચન સાથે બચ્ચન પરિવારથી અલગ પહોંચી હતી ત્યારથી જ તેમના ડિવોર્સની અટકળો તેજ થઈ ગઈ હતી. જોકે, આ મામલે હજી સુધી બચ્ચન પરિવાર કે ઐશ્વર્યા દ્વારા કોઈ પણ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. પરંતુ ઐશ્વર્યા અને અભિષેક જાહેરમાં દેખાવવાનું ટાળે છે.