ફરહાન અખ્તરને બર્થ ડે પર મળી કિમતી ભેટ, જાણો કોણે આપી?
આજે 9 જાન્યુઆરીના રોજ બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાન અને તેના કઝીન ફરહાન અખ્તરનો બર્થ ડે છે. ફરહાન અને ફરાહ અખ્તરે મુંબઈમાં સાથે મળીને જન્મદિવસ ઉજવ્યો હતો. ફરહાન અખ્તર, ફરાહ ખાન અને અનુષા દાંડેકરે ઝોયા અખ્તરના ઘરે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.
આ ખાસ દિવસને બંનેએ કેક કાપીને સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસે ફરાહે ફરહાનને એક સુંદર ભેટ આપી છે, જેને જોઈને ફરહાનની પ્રતિક્રિયા ખૂબ જ ક્યૂટ હતી. આ ભેટથી તે ખૂબ જ ખુશ હતો. ફરાહ ખાને ફરહાનને તેની મનપસંદ ફિલ્મ ‘ક્રાંતિ’ની ડીવીડી ભેટમાં આપી હતી, જેને જોઇને ફરહાન ઘણો જ ખુશ થઇ ગયો હતો અને હાથમાં લઇને ખુશીથી ક્રાંતિ, ક્રાંતિ ગાવા માંડ્યો હતો. એને જોઇને બધા હસી પડ્યા હતા.
આ પણ વાંચો: સ્કાયફોર્સની રિલિઝ પહેલા અક્ષયકુમારની વધી મુશ્કેલી, મનોજ મુંતશીર લેશે લીગલ એક્શન?
ફરાહ ખાને કહ્યું હતું કે, નાના ભાઇ ફરહાનને શું ભેટ આપું? તેની પાસે તો બધું જ છે. અલબત્ત અમારા બાળપણનો એક ટુકડો! જન્મદિવસની શુભેચ્છા @faroutakhtar #capri9 #favouritefilm (sic)ને ચાલુ રાખો.”
બહેન ઝોયાએ પણ ભાઇને જન્મદિવસની યુનિક મેસેજથી શુભેચ્છા આપી હતી. ઝોયાએ તેના ભાઈ ફરહાન માટે જન્મદિવસની ખાસ શુભેચ્છાઓ પણ શેર કરી, લખ્યું, “એક માત્ર વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા જે જાણે છે કે અમે કેમ આટલા વિચિત્ર બન્યા. જન્મદિવસની શુભેચ્છા શ્રેષ્ઠ ભાઈ .”
ફરાહ ખાને આજે 60 વર્ષની થઇ અને તેનો ભાઇ ફરહાન અખ્તર આજે 51 વર્ષનો થયો. ફરાહ ખાને 1981ની ફિલ્મ ક્રાંતિના વિન્ટેજ વિનાઇલ રેકોર્ડને અનરેપ કરતા ફરહાનનો એક વીડિયો શેર કર્યો હતો. દિલીપ કુમાર, મનોજ કુમાર, શશી કપૂર હેમા માલિની જેવા ધરખમ કલાકારોને ચમકાવતી આ ફિલ્મ ફરાહ ખાન અને ફરહાન અખ્તર માટે ભાઈ-બહેનો માટે નોસ્ટાલ્જિક મૂલ્ય ધરાવે છે.
આ પણ વાંચો: પરિણીત હોવા છતાં પાર્ટનરથી અલગ રહે છે આ બોલિવૂડ સેલિબ્રિટીઝ
ભાઇબહેનોના આવી મીઠી મજાકનો આ ફની વીડિયો જોયા બાદ નેટીઝન્સ પણ ખૂબ જ ખુશ થયા હતા. એક યુઝરે લખ્યું, ‘હેપ્પી બર્થ ડે! તો એકે વળી લખ્યું હતું કે આ પરિવાર તો ખૂબ જ સુંદર છે.
શ્વેતા બચ્ચન, સિદ્ધાંત ચતુર્વેદી અને અન્ય સેલિબ્રિટીઓએ પણ આ ભાઇબહેનની જોડીને બર્થડેની શુભેચ્છા આપી છે.
ફરાહ ખાન અને ફરહાન અખ્તર બોલિવૂડના જાણીતા નામ છે. ફરાહ ખાન જાણીતી કોરિયોગ્રાફર, નિર્માતા, નિર્દેશક છે.
તેણે ‘મૈં હું ના’, ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘તીસ માર ખાન’ જેવી ઘણી હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તો ભાઇ ફરહાન અખ્તર પણ કંઇ કમ નથી. ફરહાન પણ અભિનેતા, નિર્માતા, લેખક અને દિગ્દર્શકના રોલ અદા કરતો મલ્ટિ ટેલેન્ટેડ કલાકાર છે. ફરહાન અખ્તર હાલમાં તેના આગામી પ્રોજેક્ટ 120 બહાદુર માટે તૈયારી કરી રહ્યો છે.