ગાંધીનગર

ઉતરાયણ પર પશુ-પક્ષીઓના જીવ બચાવવા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રહેશે હાજર; આ નંબર પર કરજો જાણ

ગાંધીનગર: ગુજરાતમાં ઉત્તરાયણના (Utarayan) પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક પશુ-પક્ષીઓ ઘાયલ થાય છે જ્યારે ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવવાથી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે.

આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન (Karuna Animal Ambulance) હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ આવતીકાલે 10 થી 20 જાન્યુઆરી 2025 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે.

હેલ્પલાઈન નંબર પર જાણ કરી શકાશે

આપણ વાંચો: છોટે છોટે પેગ : ઉત્તરાયણ પહેલા દારૂની 300 mlની બોટલની માંગ વધી

રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 8320002000 અને 1926 હેલ્પલાઇન જાહેર કરાયો છે.

આ નંબર પર “Hi” મેસેજ કરવાથી એક લિંક મળશે જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર સેવારત છે.

8000થી વધુ સ્વયંસેવકો

કરૂણા અભિયાન-2025માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8000થી વધુ સ્વયંસેવકો સેવારત રહેશે. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરાશે.

આપણ વાંચો: ઉત્તરાયણ પર કેન્દ્રિય ગૃહમંત્રી આવશે ગુજરાત, પ્રવાસના રાજકીય મહત્વની ચર્ચા

આ અભિયાન દરમિયાન રાજ્યભરના 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલિક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુદવાખાના અને 37 કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ પશુ સારવાર સંસ્થા ઉપરાંત 50 જેટલા વધારાના મોબાઇલ યુનિટ દ્વારા સારવાર આપવા માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ગતવર્ષે 13,800થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ

ઉલ્લખેનીય છે કે, ગત વર્ષે કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 13,800થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાં 4400થી વધુ પશુઓ અને 9300થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: ઉત્તરાયણ પર્વને પગલે સુરત પોલીસનું જાહેરનામું; નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી

જ્યારે, છેલ્લા 8 વર્ષમાં અમદાવાદ જિલ્લા બાદ સૌથી વધુ સુરત જિલ્લામાં 13,300થી વધુ, વડોદરા જિલ્લામાં 10700 થી વધુ, રાજકોટ જિલ્લામાં 8300 થી વધુ, આણંદ જિલ્લામાં 6800થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં 6100થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે.

છેલ્લા આઠ વર્ષમાં 97,200થી વધુ પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ

છેલ્લા આઠ વર્ષમાં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 97,200થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. જે પૈકીના 31,400થી વધુ પશુઓને તેમજ 65,700થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે.

સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે 17600થી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપાઈ છે. જેમાં 2400 જેટલા પશુઓ અને 15200થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button